સોના ચાંદી નહીં તો ધનતેરસ પર શું ખરીદવું? જાણો સુખ-સમૃદ્ધિ લાવતી પાંચ શુકનવંતી વસ્તુઓ

દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે. આ તહેવાર પર સોના ચાંદીની ખરીદી કરવી શુભ માનવમાં આવે છે. પરંતુ તહેવારની નજીક આવતા જાણે સોના ચાંદીની કિંમતોમાં તોફાની તેજી જોવા મળી રહી છે. આવા સમયમાં સોના ચાંદી ખરીદી માટે લોકોને વિચાર કરવો પડતો હોય છે. ત્યારે ઘણા લોકોમાં એ મુંજવણ પણ છે કે ધનતેરસના દિવસ શકન માટે સોના ચાંદી નહીં કઈ વસ્તુની ખરીદી કરવી જોઈએ. જ્યારે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે સોના ચાંદી ઉપરાંત પણ બીજી ઘણી વસ્તુની ખરીદવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં આવી વસ્તુઓની ખરીદીને શુભ અને સમૃદ્ધિકારક ગણાવવામાં આવી છે. આવો, જાણીએ ધનતેરસ પર શું ખરીદવું જોઈએ જેથી ઘરમાં સુખ-શાંતિ અને ધનનો વાસ થાય.
ધનતેરસની શુભ ખરીદી
જ્યોતિષ નિષ્ણાંતો પ્રમાણે ધનતેરસના દિવસે સોનું અને ચાંદી ખરીદવું અત્યંત શુભ માનવામાં આવે છે, પરંતુ જે લોકો આ ખરીદી નથી કરી શકતા, તેઓ માટે અન્ય વસ્તુઓની ખરીદી પણ શુભ માનવામાં આવે છે. જેમા ખાસ કરીને પિત્તળ અને તાંબાના વાસણોની ખરીદી ખૂબ ફળદાયી માનવામાં આવે છે. આવા વાસણો ઘરમાં લાવવાથી ન માત્ર આર્થિક સ્થિતિ મજબૂત થાય છે, પરંતુ સૌભાગ્યમાં પણ વધારો થાય છે. આ ઉપરાંત, સાવરણી, ગોમતી ચક્ર, મીઠું અને ધાણા જેવી વસ્તુઓની ખરીદી પણ શુભ માનવામાં આવે છે.

સાવરણી: દરિદ્રતા દૂર કરવાનું પ્રતીક
ધનતેરસના દિવસે સાવરણી ખરીદવું માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનું શુભ કાર્ય ગણાય છે. પૌરાણિક માન્યતા અનુસાર, આ દિવસે ખરીદેલી સાવરણીનો ઉપયોગ ન કરવો જોઈએ, પરંતુ તેને સ્વચ્છ અને ગુપ્ત જગ્યાએ રાખવી જોઈએ. આવું કરવાથી ઘરમાંથી ગરીબી અને નકારાત્મક ઊર્જા દૂર થાય છે, અને સકારાત્મક વાતાવરણનું નિર્માણ થાય છે. સાવરણીને લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે, જે ઘરમાં સમૃદ્ધિ લાવે છે.

ગોમતી ચક્ર અને મીઠુંનું મહત્વ
ગોમતી ચક્ર, જે દેખાવમાં સમુદ્રી શંખ જેવું હોય છે, તે ધનતેરસની ખરીદીમાં વિશેષ મહત્વ ધરાવે છે. આ ચક્રને ખરીદીને પૂજા કરવાથી અને પૂજાગૃહમાં રાખવાથી ધનની ઉણપ દૂર થાય છે અને લક્ષ્મીજીનો વાસ થાય છે. ખાસ કરીને પીળા રંગનું ગોમતી ચક્ર અત્યંત શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત, ધનતેરસના દિવસે મીઠું ખરીદવું પણ શુભ મનાઈ છે. મીઠું વાસ્તુ દોષ દૂર કરે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ જાળવી રાખે છે, કારણ કે તેને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે.

ધનતેરસ પર ધાણાની ખરીદીનું મહત્વ
ધનતેરસના દિવસે ધાણાની ખરીદી પણ ખૂબ શુભ માનવામાં આવે છે. પૂજા દરમિયાન આ ધાણાને માતા લક્ષ્મીને અર્પણ કરવાથી સુખ અને સમૃદ્ધિનો આગમન થાય છે. આ ઉપરાંત, ધાણાને તિજોરીમાં રાખવાથી ધનની બરકત જળવાઈ રહે છે.

આ પાંચ વસ્તુ તાંબા પિત્તળના વાસણો, સાવરણી, ગોમતી ચક્ર, મીઠું અને ધાણા દિવાળીના સમયમાં ખોલી શકે છે સુખ અને સમૃદ્ધીના દરવાજા. ખાસ કરીને ધનતેરસ પર આ વસ્તુ ખરીદવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સમૃદ્ધિનો વાસ થાય છે.
આ પણ વાંચો…ધનતેરસ પહેલાં બનશે શક્તિશાળી રાજયોગ, ત્રણ રાશિના જાતકોને ચાંદી જ ચાંદી, જોઈ લો તમારી રાશિ પણ છે ને?