રાશિફળસ્પેશિયલ ફિચર્સ

Budh Gochar: બન્યા બે શક્તિશાળી રાજયોગ, ત્રણ રાશિના જાતકોકી તો નિકલ પડી ભાઈસાબ…

ગ્રહોના રાજકુમાર બુધે 20મી ફેબ્રુઆરીના શનિની રાશિ કુંભમાં ગોચર કર્યું છે. બુધનું કુંભ રાશિમાં ગોચર થવાને કારણે અનેક રાશિના જાતકોના જીવન પર અસર જોવા મળશે અને કુંભ રાશિમાં પહેલાંથી જ શનિ બિરાજમાન છે અને આ સિવાય ગ્રહોના રાજા સૂર્યદેવ પણ બિરાજમાન છે. પરિણામે શનિ અને બુધની યુતિથી શુભ યોગ બની રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે શનિ અને બુધ બંને મિત્ર ગ્રહ છે, જેને કારણે બની રહેલો શુભ યોગ અનેક લોકોને ફાયદો કરાવી રહ્યો છે. આ સાથે બુધની સૂર્ય સાથે યુતિ થવાથી પણ બુધાદિત્ય યોગ બન્યો છે, જેને કારણે બુધ કુંભ રાશિમાં પ્રવેશને કારણે ડબલ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આવો જાણીએ કઈ રાશિવાળાને આ રાજયોગને કારણે બખ્ખા થઈ રહ્યા છે…

મેષ:

બુધના ગોચરને કારણે મેષ રાશિના જાતકોના કુંડળી અગિયારમા ભાવમાં બની રહ્યો છે, જેને કારણે આ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. આ રાશિના લોકોને કરિયરમાં પણ અપરંપાર સફળતા મળી રહી છે. વિદેશમાં નોકરી મેળવવા ઈચ્છી રહેલા લોકોની ઈચ્છા પૂરી થઈ રહી છે. મહેનત અને લગનથી કરેલા કામને કારણે પ્રમોશન મળવાના પણ ચાન્સીસ છે. વિવેકબુદ્ધિ અને કુનેહથી તમે બીજાને પણ પ્રભાવિત કરી શકશો. બિઝનેસમાં અપાર સફળતાની સાથે જ ધન લાભ પણ થશે. પાર્ટનરશીપમાં કરવામાં આવેલા બિઝનેસમાં અપાર સફળતા મળી શકે છે. લાંબા સમયથી જો કોઈ કામ અટકી પડ્યું હોય તો એ પણ પૂરા થઈ રહ્યા છે.

તુલા:

આ રાશિના જાતકોની કુંડળીમાં ડબલ રાજયોગ પાંચમા ભાવમાં બની રહ્યો છે, જેને કારણે આ રાશિના જાતકોને આધ્યાત્મમાં રસ પડશે. ધાર્મિક કાર્યક્રમોમાં આગળ પડતો ભાગ લેશે. કરિયર મામલે મુસાફરી કરવી પડી શકે છે. પરંતુ તેનાથી લાભ પણ થશે. પદોન્નતિ અને ઈન્સેન્ટિવ મળી શકે છે. તમે કરેલી મહેનતનું તમને હવે ફળ મળશે. કામની પ્રશંસા થઈ રહી છે. આર્થિક ક્ષેત્રની વાત કરીએ તો ખુબ પૈસા કમાવવામાં સફળ થઈ શકો છો. સટ્ટાબાજી અને શેર બજાર દ્વારા ખુબ લાભ થઈ શકે છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. ઉમંગ અને જોશથી ભરેલા રહેશો. લગ્નજીવનમાં પણ ખુશહાલીનું આગમન થશે.

કુંભ:

કુંભ રાશિના જાતકોના લગ્ન ભાવમાં આ રાજયોગ બની રહ્યો છે. આવામાં આ રાશના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી શકે છે. પૈતૃક સંપત્તિ અને સટ્ટાબાજીથી સારું એવું ધન મેળવી શકો છો. આ સાથે જ સંતાન સંલગ્ન સમસ્યાઓમાંથી છૂટકારો મળી શકે છે. કરિયરમાં થોડા સંભાળીને રહેવાની જરૂર છે. પરંતુ વેપાર કરનારાઓને ખુબ લાભ મળી શકે છે. શેર બજારમાં રોકાણ કરી રહેલા લોકોને આ સમયગાળામાં સારો એવો લાભ થઈ રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button