British PM Rishi Sunakની Wife Akshata Murthy બેંગ્લોરમાં આ શું કરતી જોવા મળી? ફોટો થયા વાઈરલ…
દેશની દિગ્ગજ આઈટી કંપની Infosysના કો-ફાઉન્ડર નારાયણમૂર્તિ અબજોપતિ હોવા છતાં પણ એટલું સાદું જીવન જીવે છે કે નહીં પૂછો વાત. નારાયણ મૂર્તિ થોડાક સમય પહેલાં જ તેમના 70 કલાક કામ કરવાના નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા હતા. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર નારાયણ મૂર્તિનો એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેઓ દીકરી અક્ષતા મૂર્તિ સાથે આઈસ્ક્રીમ પાર્લરમાં આઈસ્ક્રીમ ખાતા જોવા મળી રહ્યા છે.
બેંગ્લોર ખાતેના આ કોર્નર હાઉસમાં નારાયણ મૂર્તિની જેમ જ દીકરી અક્ષતા મૂર્તિ પણ એકદમ સિમ્પલ કપડાંમાં જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે અક્ષતા મૂર્તિ બ્રિટિશ પીએમ ઋષિ સુનકની પત્ની છે અને યુકેની ફર્સ્ટ લેડી છે. અક્ષતાની સાદગીએ લોકોના દિલ જિતી લીધા છે.
જોકે, આ પહેલાં વખત નથી કે અક્ષતાની સાદગીએ લોકોના દિલ જિતી લીધા હોય. આ પહેલાં પણ ભારતમાં યોજાયેલી G-20 સમિટ દરમિયાન પણ પોતાના બ્રિટીશ પીએમ ઋષિ સુનક સાથે ભારત આવી હતી અને એ સમયે પણ તેમની સાદગીએ લોકોના દિલ જિતી લીધા હતા. એ વખતે બંને જણે દિલ્હીના અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી અને એ સમયના ફોટો પણ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થયા હતા.
એન આર નારાયણ મૂર્તિની ઈન્ફોસિસ કંપની દેશની બીજી સૌથી મોટી આઈટી કંપની છે અને એનું માર્કેટ કેપ 6.92 લાખ કરોડ રૂપિયા છે. વાત કરીએ Narayana Murthyની Networthની તો ફોર્બ્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર તે 4.8 અબજ ડોલર છે અને તેમની ગણતરી દેશના સૌથી વધુ ધનવાન ઉદ્યોગપતિઓમાં કરવામાં આવે છે.