Wi-Fi રાઉટરથી આ ગેજેટ્સને રાખો દૂર, નહીં તો ધીમું થઈ જશે ઈન્ટરનેટ!
સ્પેશિયલ ફિચર્સ

Wi-Fi રાઉટરથી આ ગેજેટ્સને રાખો દૂર, નહીં તો ધીમું થઈ જશે ઈન્ટરનેટ!

માણસની રોટી, કપડાં ઔર મકાનની જરૂરિયાત જોત-જોતામાં જ મોબાઈલ ફોન અને વાઈફાઈ પણ જોડાઈ ચૂક્યા છે. ઈન્ટરનેટની સ્પીડ ઘણી વખત લોકો માટે મુશ્કેલીનું કારણ બને છે. જો તમારા ઘર કે ઓફિસમાં વાઈફાઈની સ્પીડ ધીમી હોય છે. આજે અમે અહીં તમને કેટલીક કેટલીક એવી ટિપ્સ વિશે જણાવીશું કે જેની મદદથી તમે તમારા ઘરના વાઈ-ફાઈની સ્પીડ વધારી શકો છો.

ટેક એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર જો તમારા ઘરના વાઈ-ફાઈનું રાઉટર ખૂબ જ ધીમું ચાલે છે તો એના માટે નેટવર્ક નહીં પણ તમારા ઘરમાં જ રહેલી કેટલીક વસ્તુ અને ગેજેટ્સ જવાબદાર છે. આજે આપણે અહીં વાત કરીશું કે ઘરમાં વાઈફાઈની સ્પીડ પર કયા ગેજેટ્સ અને વસ્તુઓની અસર જોવા મળશે અને આ વસ્તુઓથી વાઈફાઈ રાઉટરને દૂર રાખવું જોઈએ.

એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર આપણે અજાણતામાં જ અનેક વખત રાઉટરને એવી વસ્તુઓ કે ગેજેટ્સ પાસે મૂકી દઈએ છીએ કે રાઉટરની સ્પીડને ખરાબ કરે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વાઈફાઈના રાઉટરને બ્લ્યુટુથ ડિવાઈસ જેમ કે એલેક્સા, ગૂગલ હોમ સ્પીકર જેવા ગેજેટ્સથી દૂર રાખવું જોઈએ.

બ્લ્યુટૂથને રાખો દૂર
બ્લ્યુટૂથ ડિવાઈઝ અને વાઈફાઈ રાઉટર બંને એક જ પ્રકારની રેડિયો ફ્રિક્વન્સીનો ઉપયોગ કરે છે. જ્યારે બંને એબીજાની નજીક હોય છે અને એટલે તેમની ફ્રિક્વન્સીમાં ટકરાવ થાય છે, જેને કારણે ઈન્ટરનેટની સ્પીડ ઘટી જાય છે. જો તમે એક જ ટેબલ પર વાઈફાઈ રાઉટર અને બ્લ્યુટૂથ સ્પીકર રાખો છો તો વાઈફાઈની સ્પીડ પર અસર જોવા મળી શકે છે.

આ ડિવાઈસને પણ રાખો રાઉટરથી દૂર
બ્લ્યુટૂથ ડિવાઈસ સિવાય પણ કેટલાક એવા ડિવાઈસ છે કે જેને તમારે વાઈફાઈ રાઉટરથી દૂર રાખવા જોઈએ. ઘરમાં રહેલાં માઈક્રોવેવ, બેબી મોનિટર, કોર્ડલેસ ફોન પણ તમારા વાઈફાઈની સ્પીડ ઘટાડે છે. આ તમામ વસ્તુઓ રેડિયો ફ્રીક્વન્સીનો ઉપયોગ કરે છે, જે વાઈફાઈના સિગ્નલને બાધિત કરે છે.

ઉંચાઈ પર રાખો વાઈફાઈ
જો તમારા ઘરનું વાઈફાઈ ધીમું ચાલે છે અને મોંઘા પ્લાન કે સર્વિસ પ્રોવાઈડર બદલાવવાથી પણ તમારા વાઈફાઈની સ્પીડ નથી વધી રહી તો ઘરના અહીં જણાવવામાં આવેલા ડિવાઈસને રાઉટરથી દૂર રાખો. એટલું જ નહીં એ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કે વાઈફાઈનું રાઉટર ઘરમાં એવા જગ્યા પર મૂકવામાં આવે જે ઉંચાઈ પર હોય અને ખુલ્લી હોય. આ એક નાનકડું પગલું તમારા વાઈફાઈની સ્પીડ વધારી શકે છે.

આ પણ વાંચો…દરરોજ જે Wi-Fi વિના તમારું કામ નથી થતું એનું ફૂલફોર્મ જાણો છો કે?

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button