ભોજન પછી વધતા બ્લડ શુગરને કાબૂમાં રાખવાના 5 અસરકારક ઉપાયો જાણો…

ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી મોટી સમસ્યા તેમના બ્લડ શુગરનું વધવું છે, જે ખાલી પેટ તો વધે જ છે પરંતુ ભોજન પછી વધુ વધી જાય છે. આનાથી આંખની વિઝિબિલિટી ઘટવી, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી આવવી, વિચારવામાં અડચણ આવવી, થાક લાગવો, નબળાઈ અને બેચેની લાગવી અને મૂડ સ્વિંગ થવા જેવા લક્ષણો અનુભવાય છે.
જો બ્લડ શુગર ખૂબ નીચું જાય તો બેભાન પણ થઈ શકો છે, અને લાંબા ગાળે વધેલું શુગર હાર્ટ ડિસીઝ, સ્ટ્રોક, કિડની સમસ્યા જેવી ગંભીર તકલીફોનું જોખમ વધારે છે. આજે અમે જાણીશું કે ભોજન પહેલા અને પછી બ્લડ શુગર કેટલું હોવું જોઈએ અને તેને કાબૂમાં રાખવા માટે કયા પગલાં લઈ શકાય છે.
ઘણા દર્દીઓમાં ભોજન પછી બ્લડ શુગર 300ની ઉપર જાય છે. અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન (એડીએ) સલાહ આપે છે કે ભોજન પહેલા ફિંગર સ્ટિકથી શુગર તપાસો અને 1થી 2 કલાક પછી ફરી તપાસો. આને એક અઠવાડિયા સુધી ચાલુ રાખો, સમય અને શુગર કાઉન્ટ નોંધો. દવા, વ્યાયામ, ખોરાક વગેરે જે શુગરને અસર કરે તે પણ લખો. ભોજન પછી એકથી 2 કલાકમાં બ્લડ શુગર 180 મિલીગ્રામ/ડીએલથી ઓછું હોવું જોઈએ.
ભોજન પછી શુગર વધતું કેમ અટકાવવું
ભોજનમાં શું ખાઓ છો તેનું ધ્યાન રાખો. મીઠાઈ, સફેદ બ્રેડ, ચોખા, પાસ્તા અને બટાકા જેવી વસ્તુઓથી શુગર વધી શકે છે, તેથી તેને ઓછું કરો અથવા ટાળો. અનહેલ્થી ફેટથી દૂર રહો, માખણવાળા ખોરાકને બદલે ઓલિવ તેલથી બનેલા વાનગીઓ પસંદ કરો, જેથી ભોજન પછી શુગર વધતું અટકે.

સવારના નાસ્તાનું મહત્વ
સવારનો નાસ્તો ક્યારેય છોડશો નહીં, કારણ કે જે ડાયાબિટીસના દર્દીઓ નાસ્તો નથી કરતા તેમનું બ્લડ શુગર બપોર અને રાત્રે વધુ વધે છે. તમારો નાસ્તો તંદુરસ્ત અને પ્રોટીનયુક્ત હોવો જોઈએ. એક રિપોર્ટ પ્રમાણે, ઓછી કેલરી અને પ્રોટીનથી ભરપૂર નાસ્તો ભોજન પછી શુગરને નીચું રાખવામાં મદદ કરે છે. તમારા માટે શું યોગ્ય છે તે જાણવા ડોક્ટરની સલાહ લો. રાત્રે ભોજન પછી ચાલવા જવું એ દરેક માટે તંદુરસ્ત આદત છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે તે વધારાના ગ્લુકોઝને બર્ન કરવાનો ઉત્તમ માર્ગ છે. આનાથી વજન પણ કાબૂમાં રહે છે.
(ડિસ્ક્લેમર: આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે. વધુ માહિતી માટે હંમેશાં તમારા ડોક્ટરનો સંપર્ક કરો)
આ પણ વાંચો…ગુજરાત બની રહ્યું છે ડાયાબિટીસ કેપિટલ, 50 ટકા દર્દીઓનું નથી થતું નિદાન



