સ્પેશિયલ ફિચર્સ

300 પાર થઈ ગયું બ્લડ શુગર? રાતે અચૂક કરો આ ઉપાય અને જુઓ મેજિક…

બ્લડ પ્રેશર, બ્લડ શુગર જેવી સમસ્યાઓ હવે ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે, પણ તેમ છતાં સ્વાસ્થ્ય માટે આ સમસ્યાઓ ખૂબ જ ગંભીર સાબિત થઈ શકે છે. જો તમારું કે તમારી આસપાસમાં કોઈનું બ્લડ શુગર પણ હંમેશા હાઈ રહે છે તો તમારે આ સ્ટોરી ચોક્કસ વાંચવી જોઈએ. આજે અમે તમને અહીં એવા ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી તમે તમારું બ્લડ શુગર કન્ટ્રોલમાં કરવામાં મદદ મળશે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જો તમે પણ તમારા સતત વધી રહેલાં બ્લડ શુગરને કન્ટ્રોલમાં રાખવા માંગો છો તો તમારે રાતના સમયે દૂધ સાથે એક મસાલાનું સેવન કરવું જોઈએ. આ મસાલાના સેવનથી તમારું બ્લડ શુગર કન્ટ્રોલમાં રહેશે. બ્લડ શુગર હાઈ હોય તો તમારે દૂધ સાથે તજનું સેવન કરવું જોઈએ.

જી હા, તજ તમામ ભારતીય રસોડામાં સરળતાથી જોવા મળતો અને વપરાતો મસાલો છે. તજમાં એન્ટિ ઓક્સિડન્ટ્સ સહિત અન્ય ગુણ જોવા મળે છે અને બ્લડ શુગરને કન્ટ્રોલ કરવામાં પણ તે મદદરૂપ સાબિત થાય છે. બસ તેનો ઉપયોગ કરવાની સાચી જાણકારી તમારી પાસે હોવી જોઈએ.

રાતના સમયે સૂતા પહેલાં દૂધમાં તજનો પાઉડર નાખીને તેનું સેવન કરો. એક કપમાં તમને બે ચમચી તજનો પાઉડર નાખીને ગરમ કરીને રાતે સૂતા પહેલાં પીવાનું રાખો અને પરિણામ જોશો તો તમે પણ ચોંકી ઉઠશો. દૂધ સાથે તજના પાઉડરનું સેવન કરવાથી વધી ગયેલું તમારું બ્લડ શુગર કન્ટ્રોલમાં આવી જાય છે અને તમને આ સમસ્યામાંથી રાહત મળી શકે છે.

જો તમને કે તમારી આસપાસમાં કોઈને પણ હાઈ બ્લડ શુગરની સમસ્યા છે તો તેમની સાથે આ માહિતી ચોક્કસ શેર કરો. જોકે, તેના પર અમલ કરતાં પહેલાં ડોક્ટર કે નિષ્ણાતોની સલાહ લેવી ખૂબ જ આવશ્યક છે, કારણ કે દરેક વ્યક્તિની તાસીર અલગ અલગ હોય છે એટલે પરિણામો કે વિપરીત અસર પણ જોવા મળી શકે છે.

આ પણ વાંચો….: ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાનથી કમ નથી આ જ્યુસો, બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રાખે છે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button