‘બીવી નંબર ૧’ ફરી સિનેમાઘરોમાં રિલીઝ થશે, ટ્રેલર રીલિઝ…
મુંબઈઃ જાણીતા અભિનેતા સલમાન ખાન, કરિશ્મા કપૂર અને સુષ્મિતા સેન જેવા કલાકારોને ચમકાવતી ફિલ્મ ‘બીવી નંબર ૧’ વર્ષ ૧૯૯૯માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. તેની રજૂઆતના દાયકાઓ પછી, પ્રેક્ષકોને આ ફિલ્મ ફરીથી થિયેટરોમાં જોવાની સુવર્ણ તક મળી રહી છે. આ ફિલ્મ આ મહિને ફરી રીલિઝ થવા જઈ રહી છે. હાલમાં ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.
આ પણ વાંચો : Viral Video: વ્યક્તિએ Taj Mahal Palace હોટેલમાં ચા મંગાવી અને પછી જે થયું એ…
આવો જાણીએ તારીખ
ફિલ્મ ‘બીવી નંબર ૧’ ડેવિડ ધવને ડિરેક્ટ કરી હતી. આજે આ ફિલ્મનું ટ્રેલર પૂજા એન્ટરટેઈનમેન્ટના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી રિલીઝ કરવામાં આવ્યું છે. તેની સાથે લખ્યું છે, ‘ડેવિડ ધવનની સૌથી મોટી ફિલ્મ જોવા માટે તૈયાર થઈ જાવ. આ ફિલ્મ ૨૯ નવેમ્બરે સિનેમાઘરોમાં ફરી રિલીઝ થઇ રહી છે.
‘બીવી નંબર ૧’ વર્ષ ૧૯૯૯ની બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી. રિપોર્ટ અનુસાર, તે લગભગ ૧૨ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી હતી. આ ફિલ્મે ૨૫.૫૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તેનો વિશ્વવ્યાપી બિઝનેસ ૪૯.૭૭ કરોડ રૂપિયા હતો. આ ફિલ્મ ૨૮ મે ૧૯૯૯ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ૨૫ વર્ષ બાદ આ ફિલ્મ ફરીથી દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવી રહી છે.
ફિલ્મની સ્ટોરી સાથે સાથે ફિલ્મનું સંગીત પણ ઘણું પસંદ કરવામાં આવ્યું હતું. ચુનરી-ચુનરી અને ઇશ્ક સોના હૈ જેવા ગીતો ખૂબ જ લોકપ્રિય થયા હતા. ડેવિડ ધવનની આ ફિલ્મ ડ્રામા, ઈમોશન્સ અને કોમેડીનો શાનદાર કોમ્બો છે. આ ફિલ્મનું નિર્માણ વાશુ ભગનાની દ્વારા તેમના પૂજા એન્ટરટેઈનમેન્ટ બેનર હેઠળ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : આટલો સસ્તો આઉટફિટ પહેરીને Voting કરવા પહોંચી અંબાણી પરિવારની વહુ, વીડિયો થયો વાઈરલ…
આ ફિલ્મમાં સલમાન ખાન ઉપરાંત કરિશ્મા કપૂર અને સુષ્મિતા સેન, અનિલ કપૂર અને તબ્બુ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મની વાર્તામાં પ્રેમ, પરિવાર, ઈમાનદારી જેવી બાબતો જોવા મળી હતી. પરંપરાઓ અને આધુનિકતાને દર્શાવતી આ ફિલ્મ તમામ વર્ગના દર્શકોને પસંદ આવી હતી. હવે થિયેટરોમાં ફરીથી રિલીઝ થનારી આ ફિલ્મને જોવા માટે કેટલા દર્શકો આવે છે તે જોવાનું રસપ્રદ રહેશે.