મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

દારૂ-સિગારેટ છૂટતા નથી? તો આનાથી વિશેષ પ્રેરણા બીજા કોની પાસેથી લેશો

એક દિવસની 200 સિગારેટ, હા 200. માનવામાં ન આવે તેવો આ આંકડો છે અને તેના કરતા પણ આશ્ચર્યજનક વાત એ છે કે આ પીનારા બીજા કોઈ નહીં પણ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન હતા. બચ્ચને પોતે જ આ વાત એક ઈન્ટરવ્યુમાં કહી હતી.

બચ્ચને જણાવ્યું હતું કે એક સમયે જ્યારે હું કોલકાત્તામાં હતો ત્યારે દિવસની 200 સિગારેટ પી જતો અને માંસ ખાતો, દારૂ પણ પીતો. ત્યારબાદ હું જ્યારે મુંબઈ આવ્યો ત્યારે આ બધુ છૂટી ગયું.

આપણ વાંચો: જ્યારે અમિતાભ બચ્ચન શીખ્યા આજકાલના યુવાનિયાઓના નવા શબ્દો બેંચિંગ, બ્રેડ ક્રમ્બિંગ, ઘોસ્ટિંગ…

ધીમે ધીમે છૂટતી આ વસ્તુઓની મારે કોઈ જરૂર જ ન હતી, તે મને રિયલાઈઝ થયું. અમિતાભે એમ પણ કહ્યું કે હું પહેલા માસાંહારી હતો. મારા પિતા માંસ ન હતા ખાતા આથી મેં પણ માંસ ખાવાનું બંધ કર્યું. મારા માતા ખાતાં હતાં અને મારી પત્ની જયા પણ ખાઈ છે.

અમિતાભ બચ્ચન 82 વર્ષના છે અને ખડેખાંગ છે. સવારે વહેલા ઊઠી જાય છે, કસરતો કરે છે. ઓછું ખાય છે અને વધારે કામ કરે છે. વાંચન કરે છે અને સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે.

તો જો વ્યસન છોડવાની પ્રેરણા લેવી જ હોય તો આનાથી ઉત્તમ તમને બીજું કોણ મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button