આ રાશિના જાતકો પર શ્રાવણ મહિનામાં Bhagwan Shivની વિશેષ કૃપા, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

હિંદુ કેલેન્ડર અનુસાર ચાર દિવસ બાદ એટલે કે 22મી જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. અહીંયા તમારી જાણ માટે કે આ વર્ષે ભોળાનાથનો આ શ્રાવણ મહિનો ભોળાનાથના વાર એટલે કે સોમવારથી જ શરૂ થઈ રહ્યો છે. એવું કહેવાય છે કે આ મહિનામાં કરવામાં આવેલી પૂજા-અર્ચના, ભક્તિનું શીઘ્ર ફળ મળે છે. 22મી જુલાઈથી શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે અને 19મી ઓગસ્ટ સુધી ચાલશે. આ વખતે આ શ્રાવણ મહિનો અમુક રાશિના જાતકો માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનો છે, આ રાશિના જાતકો પર ભોળેનાથની કૃપા વરસશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

કર્ક રાશિના જાતકો માટે શ્રાવણનો મહિનો ખૂબ જ લાભદાયી સાબિત થવાનો છે. આ દરમિયાન આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઉઠશે. કર્ક રાશિનો સ્વાગી ચંદ્ર છે અને ચંદ્ર ભગવાન શિવને સમર્પિત છે. આવી પરિસ્થિતિમાં આ રાશિના જાતકોની પ્રગતિનો માર્ગ મોકળો થઈ રહ્યો છે. કોઈ સમસ્યા સતાવી રહી હશે તો તેનો પણ નિવેડો આવી રહ્યો છે.

મકર રાશિના જાતકોને પણ ભગવાન શિવની જ રાશિના માનવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં આ રાશિ પર ભગવાન શિવની વિશેષ કૃપા જોવા મળશે. મકર રાશિના સ્વામી શનિ દેવ છે. મકર રાશિના જાતકો ભગવાન શિવને જ પોતાના આરાધ્યદેવ માને છે. આ રાશિના જાતકોના બગડેલાં કામ પૂરા થઈ રહ્યા છે. પ્રગતિના યોગ બની રહ્યા છે, દરેક કામમાં સફળતા મળી રહી છે.

કુંભ રાશિના જાતકોના જણાવ્યા અનુસાર કુંભ રાશિના સ્વામી શનિદેવ છે અને એટલ જ કુંભ રાશિ પર શનિદેવની વિશેષ કૃપા બની રહી છે. આવી પરિસ્થિતિમાં આ રાશિના જાતકોને ભગવાન શિવની વિશેષ કૃપા મળશે. આ સમયગાળા દરમિયાન આ રાશિના જાતકોની તમામ ઈચ્છા પૂરી થઈ રહી છે. પ્રમોશન, પગાર વધારાના યોગ બની રહ્યા છે.