સ્પેશિયલ ફિચર્સ

ઘઉં, રાગી કે બેસન? જાણો વેઈટ લોસ માટે કયા લોટની રોટલી છે સૌથી અસરકારક

ભારતીય ભોજનમાં રોટલી વિનાની થાળી અધૂરી માનવામાં આવે છે. પછી ભલે તે લંચ હોય કે ડિનર, રોટલી મુખ્ય આહાર છે. પરંતુ આજના સમયમાં જ્યારે લોકો હેલ્થ કોન્શિયસ બન્યા છે અને વજન ઘટાડવા (Weight Loss) માંગે છે, ત્યારે સૌથી મોટો મૂંઝવણભર્યો પ્રશ્ન એ થાય છે કે શું રોટલી ખાવી જોઈએ? અને જો ખાવી હોય તો કયા લોટની? શું માત્ર ઘઉંની રોટલી ખાવાથી વજન ઉતારવું શક્ય છે કે પછી લોટ બદલવાની જરૂર છે? ચાલો જાણીએ આહાર નિષ્ણાતોના મતે વજન ઘટાડવા માટે કયો લોટ સૌથી વધુ ગુણકારી છે.

રાગી અને બેસન: ફાઈબર અને પ્રોટીનનો ખજાનો
જો તમારું ધ્યેય પેટની ચરબી (Belly Fat) ઘટાડવાનું છે, તો રાગી એક ઉત્તમ વિકલ્પ છે. રાગીમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, જે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે અને વારંવાર લાગતી ભૂખને નિયંત્રિત કરે છે. બીજી તરફ, જે લોકો નિયમિત વર્કઆઉટ કે એક્સરસાઇઝ કરે છે તેમના માટે બેસનની રોટલી વરદાનરૂપ છે. બેસનમાં ભરપૂર પ્રોટીન હોય છે, જે સ્નાયુઓના બંધારણમાં મદદ કરે છે અને મેટાબોલિઝમને તેજ બનાવીને કેલરી બાળવામાં મદદરૂપ થાય છે.

ઘઉંની રોટલી અને તેનાથી થતી સમસ્યાઓ

સામાન્ય રીતે આપણે વર્ષોથી ઘઉંની રોટલી જ ખાતા આવ્યા છીએ, પરંતુ વજન ઘટાડવાના મામલે સાદા ઘઉંનો લોટ સૌથી ઓછો અસરકારક માનવામાં આવે છે. ઘઉંમાં ગ્લુટેન હોય છે, જે ઘણા લોકોને બ્લોટિંગ (પેટ ફૂલવું) જેવી સમસ્યાઓ કરી શકે છે. જો તમારે ઘઉંનો જ ઉપયોગ કરવો હોય, તો હંમેશા ચાળ્યા વગરનો એટલે કે ‘ચોકર યુક્ત’ (થૂલું સાથેનો) લોટ વાપરવો જોઈએ, કારણ કે તેમાં રહેલું ફાઈબર પાચનમાં મદદ કરે છે.

ડાયેટ એક્સપર્ટ્સના મતે, વજન ઝડપથી ઉતારવા માટે કોઈ એક લોટ પર નિર્ભર રહેવાને બદલે અલગ-અલગ લોટનું મિશ્રણ કરવું જોઈએ. તમે ઘરે જ તમારો ‘વેઈટ લોસ સ્પેશિયલ લોટ’ તૈયાર કરી શકો છો. આ માટે આદર્શ પ્રમાણ 50% ઘઉં + 25% રાગી + 25% બેસન રાખવું જોઈએ. આ મિશ્રણથી બનેલી રોટલી સ્વાદિષ્ટ હોવાની સાથે શરીરને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે અને વજનને કાબૂમાં રાખવામાં ખૂબ જ મદદરૂપ થાય છે.

ડિસ્ક્લેમર: આ માહિતી સામાન્ય જાણકારી માટે છે. કોઈપણ ડાયટ પ્લાનમાં ફેરફાર કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.

આ પણ વાંચો…શું તમે પણ રોટલી બનાવતી વખતે કરો છો આ ભૂલ? તમારી આ ભૂલ તમને ભારે પડી શકે છે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button