Best Christmas Wishes: આ ખાસ ગુજરાતી મેસેજ અને શાયરીથી પ્રિયજનોને Christmas Wish કરો…

આજે 25મી ડિસેમ્બર એટલે ક્રિસમસનો તહેવાર. દુનિયાભરમાં આ તહેવારની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, લોકો એકબીજાને ક્રિસમસ વિશ (Christmas Wish) કરતાં મેસેજ પણ મોકલાવે છે. ક્રિસમસ એ ખુશી, પ્રેમ અને ભાઈચારાનો સંદેશ આપનારો તહેવાર છે, કારણ કે આ જ દિવસે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો. દુનિયાભરના તમામ ચર્ચને સુંદર લાઈટિંગથી ક્રિસમસ માટે ડેકોરેટ કરવામાં આવ્યા છે. જો તમે પણ તમારા મિત્રો, બોસ, પરિવારના સભ્યોને ક્રિસમસની શુભેચ્છા આપવા માંગો છો તો અહીં કેટલાક બેસ્ટ ક્રિસમસ વિશ (Best Christmas Wish)ના મેસેજ સજેસ્ટ કરવામાં આવ્યા છે…
ક્રિસમસ સેલિબ્રેશનની વાત આવે એટલે ક્રિસમસ ટ્રી, કેક, ગિફ્ટ્સ અને સાંતાક્લોઝ તો હોવાના જ. આજના દિવસે લોકો એકબીજાને ગિફ્ટ્સ, શુભેચ્છાઓ આપે છે, ત્યારે જો તમે પણ તમારા બોસ, મિત્ર કે પરિવારના સભ્યોને ક્રિસમસની શુભેચ્છા મોકલવા માંગતા હોવ તો આ રહ્યા તમારા માટે કેટલાક ખાસ મેસેજ-
- ભગવાન ઈસા મસીહ તમને અને તમારા પ્રિયજનોને શાંતિ, ખુશી અને સદ્ભાવના આપે… Merry Christmas
- દેવદૂત બનીને આવશે કોઈ,
તમારી તમામ આશાઓ પૂરી કરશે કોઈ,
ક્રિસમસના આ શુભ દિવસે,
ભેટ ખુશીઓની આપી જશે કોઈ…
Merry Christmas - તમારી આંખોમાં સજેલાં હોય જે પણ સપનાઓ,
દિલમાં ધરબાયેલી હોય કોઈ અભિલાષાઓ,
આ ક્રિસમસ પર તમામ પૂરા થઈ જાય,
બસ એટલી જ છે અમારી શુભકામનાઓ…
Merry Christmas - ક્રિસમસનો આ તહેવાર તમારા જીવનમાં કેકની જેમ મિઠાશ અને જીવનમાં નવી ઊર્જાઓનો સંચાર કરે
Merry Christmas - ક્રિસમસનો આ તહેવાર જીવનમાં લઈ આવે ખુશીઓ અપાર,
સાંતાક્લોઝ આવે તમારા દ્વાર, કરો અમારી શુભકામનાઓનો સ્વીકાર…
Merry Christmas - ક્રિસમસ ટ્રીની જેમ તમારું જીવન પણ હર્યું-ભર્યું રહે અને ભવિષ્ય આસમાનના તારાઓની જેમ ચમકતું રહે
Merry Christmas - સાંતા તમારા જીવનમાં અપાર ખુશીઓ અને સપનાઓની સૌગાત લઈને આવે અને તમારો દરેક દિવસ ક્રિસમસ જેવો હોય…
Merry Christmas - ક્રિસમસની આ રાત તમારા જીવનમાં નવી આશાઓ અને સફળતાથી ભરપૂર રહે. તમારો દરેક દિવસ હસી-ખુશી પસાર થાય
Merry Christmas - બધાના દિલમાં રહે પ્રેમ, આવનારો દરેક દિવસ લઈ આવે ખુશીઓ હજાર,
તમારા જીવનમાં આવે બહાર, મુબારક હો તમને ક્રિસમસનો આ તહેવાર
Merry Christmas - ક્રિસમસની ઠંડી રાતોમાં ખુશીઓની મીઠી સૌગાત હોય,
પરિવારનો સાથ અને પ્રેમ સાથે તમારો દરેક દિવસ ખાસ હોય…
Merry Christmas
આપણ વાંચો: પૈસાની તંગીથી તંગ આવી ગયા છો? આ રીતે મેળવી શકશો ચપટી વગાડતામાં મુક્તિ…



