આ રિક્ષા ડ્રાઈવર કરોડોના બે ઘરનો માલિક, મહિને રૂ. 3 લાખની કમાણી! સોશિયલ મીડિયા પર પોસ્ટ વાઈરલ… | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

આ રિક્ષા ડ્રાઈવર કરોડોના બે ઘરનો માલિક, મહિને રૂ. 3 લાખની કમાણી! સોશિયલ મીડિયા પર પોસ્ટ વાઈરલ…

જમાનો આજકાલ સોશિયલ મીડિયાનો છે અને દરરોજ સોશિયલ મીડિયા પર કોઈને કોઈ પોસ્ટ પર એવી વાઈરલ થતી હોય છે કે જેના વિશે વાંચીને તમારું માથું ચકરાઈ જાય છે. આવી જ એક પોસ્ટ હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે

જેમાં કર્ણાટકના બેંગ્લોરમાં રિક્ષા ચલાવી રહેલા ડ્રાઈવરની આવક વિશે જે દાવો કરવામાં આવ્યો છે, એ સાંભળીને તમારું માથું ચકરાઈ જશે. દાવા અનુસાર રિક્ષાચાલક પાંચ કરોડ રૂપિયાના બંગલાનો માલિક છે અને તે મહિને 3 લાખ રૂપિયા રૂપિયાની કમાણી કરે છે. ચાલો જોઈએ શું છે આખી સ્ટોરી…

આપણ વાંચો: રાજસ્થાનમાં મુસ્લિમ યુવતીઓને ગરબાના પંડાલમાં ન મળી એન્ટ્રી: સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી!

સોશિયલ મીડિયા પર આકાશ આનંદાની નામના યુઝરે આ પોસ્ટ શેર કરી છે. આકાશે પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે બેંગ્લોરનો આ રિક્ષાચાલક મહિને 3 લાખ રૂપિયા કમાય છે અને તે કરોડો રૂપિયાના બંગલાની માલિકી ધરાવે છે. જોતજોતામાં આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગઈ હતી. આકાશ આનંદાની સાથેની વાતચીત રિક્ષા ચાલકે એવો દાવો પણ કર્યો હતો કે તે એઆઈ સ્ટાર્ટઅપમાં રોકાણ કરે છે.

નેટીઝન્સ આ પોસ્ટ પર જાતજાતના રિએક્શન આપી રહ્યા છે. આકાશે પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે બેંગ્લોર એકદમ ક્રેઝી છે. આ રિક્ષાવાળા ભાઈ એવો દાવો કરી રહ્યા છે કે તેમની પાસે 4થી પાંચ કરોડ રૂપિયાના બે બંગલા છે અને તે તેમણે ભાડા પર આપ્યા છે. મહિનામાં તેમને બેથી ત્રણ લાખ રૂપિયાની આવક થાય છે. આ સિવાય તેઓ કોઈ એઆઈ સ્ટાર્ટઅપમાં રોકાણ કરે છે.

https://twitter.com/Kashh56/status/1974325978999763197

આકાશની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહી છે. યુઝર તેના પર જાતજાતની કમેન્ટ એન્ડ રીએકશન આપી રહ્યા છે. આકાશે જણાવ્યું હતું કે રિક્ષા ડ્રાઈવરે તેમની સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે આ પહેલું કામ છે જેનાથી તેમણે શરૂઆત કરી હતી એટલે વીક એન્ડ પર ક્યારેક ક્યારેક રિક્ષા ચલાવે છે. આકાશે રિક્ષા ડ્રાઈવરને આ સવાલ એટલે કર્યા હતા કે તેમણે એપલના વોચ અને એર પોડ્સ પહેર્યા હતા.

એક યુઝરે આકાશની આ પોસ્ટ પર કમેન્ટ કરતા જણાવ્યું હતું કે મને લાગે છે તેણે પી લીધું હશે. બીજા એક યુઝરે આ પોસ્ટ પર કમેન્ટ કરતાં જણાવ્યું હતું કે મને તો આ ખાલી એક સ્ટોરી લાગે છે. આવું થઈ જ ના શકે. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે સાવધ રહેજો, ક્યાંક તે તમને ટેલિગ્રામ ગ્રુપમાં ન એડ કરી દે, આ જ રીતે સ્કેમ થાય છે. આજકાલ લોકો આ જ રીતે બીજાને ફસાવે છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button