શું તમે વિચાર્યા વગર ચંદ્રનો રત્ન મોતી પહેર્યો છે? આ રાશીના લોકોના જીવનમાં થઈ શકે છે ઉથલપાથલ | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

શું તમે વિચાર્યા વગર ચંદ્રનો રત્ન મોતી પહેર્યો છે? આ રાશીના લોકોના જીવનમાં થઈ શકે છે ઉથલપાથલ

રત્નશાસ્ત્ર અનુસાર, ગ્રહોના આધારે રત્નો પહેરવાથી જીવનમાં ઘણી સમસ્યાઓ ઓછી થઈ શકે છે. દરેક રત્ન કોઈ ને કોઈ ગ્રહ સાથે સંકળાયેલો હોય છે અને આ રત્નો દ્વારા કુંડળીમાં ગ્રહોની નબળી સ્થિતિની અસર ઘટાડી શકાય છે. જો રત્નો યોગ્ય રીતે પહેરવામાં આવે તો ગ્રહો આપણા પક્ષમાં કામ કરવા લાગે છે. પરંતુ, વિચાર્યા વગર કોઈ પણ રત્ન પહેરવાથી જીવનમાં ઉથલપાથલ પણ થઈ શકે છે. આજે આપણે સફેદ મોતી વિશે વાત કરીશું. જે ચંદ્રનું પ્રતિનિધિત્વ કરે છે. એવું માનવામાં આવે છે કે, રત્ન પહેરવાથી ચંદ્ર મજબૂત બને છે અને જીવનમાં શીતળતા પથરાય છે. આપણે જાણીશું કે કઈ રાશિના લોકોએ તેને ન પહેરવું જોઈએ.

કઈ રાશિઓએ મોતી ટાળવું?

રત્નશાસ્ત્રમાં મોતીનો સીધો સંબંધ ચંદ્રમા સાથે જણાવવામાં આવે છે. મકર, વૃષભ, તુલા અને કુંભ રાશિના લોકોએ સફેદ મોતી પહેરવાનું ટાળવું જોઈએ. આ રાશિઓના ગ્રહ સ્વામીઓની ચંદ્રદેવ સાથે બનતી નથી. જો આ રાશિના લોકો મોતી પહેરે તો તેમને માનસિક તણાવ, ચિંતા કે વ્યવસાયમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ઉપરાંત, મોતી પહેરતી વખતે અન્ય રત્નો જેમ કે નીલમ અને ગોમેદ સાથે પણ સાવધાની રાખવી જરૂરી છે, કારણ કે આ રત્નોનું સંયોજન નુકસાનકારક બની શકે છે.

મોતી પહેરવાના ફાયદા

જ્યોતિષ અને રત્નશાસ્ત્ર અનુસાર, સફેદ મોતી પહેરવાથી ઘણા લાભ થઈ શકે છે. જે લોકોમાં આત્મવિશ્વાસની ઉણપ હોય, તેમણે મોતી પહેરવું જોઈએ, કારણ કે તે મનોબળ વધારે છે. જે લોકો વારંવાર ગુસ્સે થાય છે કે જેમને માનસિક તણાવની સમસ્યા હોય, તેમના માટે પણ મોતી ફાયદાકારક છે. આ ઉપરાંત, નિંદ્રાની સમસ્યાથી પીડાતા લોકો મોતી ધારણ કરીને શાંત ઊંઘ મેળવી શકે છે.

મોતી કે અન્ય કોઈ રત્ન ધારણ કરતા પહેલા જ્યોતિષી કે રત્નશાસ્ત્રના નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. રાશિ, ગ્રહોની સ્થિતિ અને વ્યક્તિની કુંડળીનું વિશ્લેષણ કર્યા વિના રત્ન પહેરવું નુકસાનકારક બની શકે છે. ઘણા લોકો શોખ કે ફેશનના કારણે રત્નો પહેરે છે, પરંતુ આ યોગ્ય નથી. રત્નશાસ્ત્રની યોગ્ય સમજ અને માર્ગદર્શનથી જ રત્નોનો સાચો લાભ મળી શકે છે.

ડિસ્ક્લેમર: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જ્ઞાન પર આધારિત છે. અમે દાવો નથી કરતા કે આ માહિતી સંપૂર્ણપણે સચોટ કે સત્ય છે. વધુ માહિતી અને ચોક્કસ સલાહ માટે રત્નશાસ્ત્રના નિષ્ણાતનો સંપર્ક કરો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button