હળદરનું પાણી કે હળદરવાળું દૂધ: સ્વાસ્થ્ય માટે કયું પીણું છે વધુ શક્તિશાળી? | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સહેલ્થ

હળદરનું પાણી કે હળદરવાળું દૂધ: સ્વાસ્થ્ય માટે કયું પીણું છે વધુ શક્તિશાળી?

Health Benefits of Turmeric: રસોડામાં રહેલી હળદર માત્ર એક રંગીન મસાલો નથી, પરંતુ તે વિશ્વના સૌથી શક્તિશાળી કુદરતી ઘટકોમાંની એક છે. સદીઓથી ભારતીય ભોજન અને આયુર્વેદનો ભાગ રહેલી હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ હોય છે, જે તેના બળતરા વિરોધી, એન્ટીઑકિસડન્ટ અને હીલિંગ ગુણધર્મો માટે જાણીતું છે.

કર્ક્યુમિન ચેપથી બચાવવામાં, દુખાવામાં રાહત આપવામાં, પાચનમાં સુધારો કરવામાં અને એકંદર સ્વાસ્થ્યમાં વધારો કરવામાં મદદ કરે છે. જોકે, હળદરના આ ફાયદાઓ મેળવવા માટે હળદરનું પાણી પીવું જોઈએ કે પછી હળદરવાળું દૂધ પીવું જોઈએ. આ બાબતને લઈને ઘણા લોકો મૂંઝવણમાં હોય છે. હળદરવાળું પાણી કે હળદરવાળું દૂધ આ બે પૈકી શું વધારે ફાયદાકારક છે, આવો જાણીએ.

આપણ વાંચો: તંદુરસ્તી-મનદુરસ્તીઃ આયુર્વેદમાં શોધનકર્મને પંચકર્મ કહે છે

વજન ઘટાડવા માટે ઉત્તમ છે હળદરનું પાણી

હળદરવાળું પાણી અને હળદરવાળું દૂધ બનાવવું સરળ છે. પરંતુ શરીર પર તેમની અસર અલગ-અલગ હોય છે. હૂંફાળા પાણીમાં હળદર મિશ્ર કરીને હળદરવાળું પાણી તૈયાર કરવામાં આવે છે. સ્વાદ અને લાભ વધારવા માટે લીંબુ, મધ અથવા કાળા મરીનો ઉપયોગ કરી શકાય છે. આ પાણી સવારે ખાલી પેટે પીવું જોઈએ.

હળદરવાળું પાણી શરીરને હાઇડ્રેટ કરે છે, લીવરના સ્વાસ્થ રાખે છે. તે શરીરમાંથી ઝેરી પદાર્થો દૂર કરીને પાચનમાં સુધારો કરે છે. જોકે, કર્ક્યુમિન પાણીમાં સંપૂર્ણપણે ઓગળતું નથી, તેથી શરીર તેને ઓછી માત્રામાં શોષે છે. તેથી તે નાની બિમારીઓથી છૂટકારો મેળવવા માટે સારું છે, પરંતુ સોજો અથવા દર્દ જેવી સમસ્યાઓમાં અસરકારક હોતું નથી. જોકે, તેમાં ઘણી ઓછી કેલરી હોય છે, જેથી તે વજન ઘટાડવા માટે ઉત્તમ છે.

આપણ વાંચો: આયુર્વેદ આહાર ઉત્પાદનનાં લાઈસન્સ માટે એફએસએસએઆઈની વિશિષ્ટ સુવિધા

શરીરને આરામ આપશે હળદરવાળું દૂધ

ભારતીય ઘરોમાં અનેક પેઢીઓથી રાત્રે સૂતા પહેલા હળદરવાળું દૂધ પીવાય છે. દૂધમાં રહેલી ચરબી કર્ક્યુમિનને વધુ સારી રીતે શોષવામાં મદદ કરે છે, જે સાંધાનો દુખાવો અને બળતરા દૂર કરે છે. જોકે, હળદરવાળા પાણી કરતાં હળદરવાળા દૂધમાં વધારે કેલરી હોય છે. આ સિવાય તે પ્રોટીન, કેલ્શિયમ અને અન્ય આવશ્યક પોષક તત્વોથી ભરપૂર હોય છે.

હળદરવાળું દૂધ રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરદી સામે રક્ષણ આપે છે. ગરમ દૂધ અને હળદર મનને શાંત કરીને સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. જોકે, જે લોકો લેક્ટોઝ ઇલોટરેટ છે, તેમણે હળદરવાળું દૂધ ન પીવું જોઈએ.

બંને પૈકી કોણ વધારે ફાયદાકારક છે? એની વાત કરીએ તો હળદરનું પાણી અને હળદરવાળું દૂધ એકબીજાના પૂરક છે. હળદરવાળું પાણી સવારે શરીરને તાજગી આપે છે, ડિટોક્સિફાય કરે છે અને ચયાપચય સુધારે છે. જ્યારે હળદરવાળું દૂધ રાત્રે શરીરને આરામ આપે છે, સ્વસ્થ અને અંદરથી મજબૂત રાખવામાં મદદ કરે છે.

(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલી તબીબી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button