રૂપ તેરા મસ્તાનાઃ ટ્રેનમાં આવેલી કિન્નરની ખૂબસુરતીનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

રૂપ તેરા મસ્તાનાઃ ટ્રેનમાં આવેલી કિન્નરની ખૂબસુરતીનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ

મુંબઈની લોકલ ટ્રેનમાં આવતા ઘણા ટ્રાન્સજેન્ટર પોતાની અદાઓને લીધે જાણતા થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર તેમના લાખો ફોલોઅર્સ પણ છે. આવી જ એક કિન્નર ટ્રેનમાં જોવા મળી અને તેની સુંદરતાના લોકો એવા તો કાયલ થયા કે તેનો વીડિયો ત્રણ દિવસમાં છ કરોડ યુર્ઝસે જોઈ નાખ્યો છે અને 15 લાખ જેટલી લાઈક્સ આ ટ્રાન્સજેન્ડરને મળી છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પર્પલ સાડી પહેલીને એક કિન્નર પ્રવાસીઓ પાસેથી પૈસા માગી રહી છે. પૈસા આપનારને તે માથે હાથ મૂકી આશીર્વાદ પણ આપે છે.

આપણ વાંચો: સાયલામાં કિન્નરોના ઘરમાં ચોરીથી ચકચાર, છત તોડીને રોકડા ₹40,000ની ચોરી

એક પ્રવાસી તેનો વીડિયો ઉતારી રહ્યો છે. બીજો ટ્રેનની ઉપરની સિટ પર બેસીને કિનન્રને કહે છે કે તે કેમેરા સામે જૂએ. પેલી કેમેરા સામે જૂએ છે અને સ્માઈલ આપી નીકળી જાય છે.

આ વીડિયો જોઈ ઘમા યુઝર્સ માનવા જ તૈયાર નથી કે તે કિન્નર છે. કોઈ તેને ભોજપુરી ફિલ્મોમાં કામ કરવાની સલાહ આપે છે. નેટીઝન્સ તેની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી. તમે પણ જૂઓ વીડિયો.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button