ઈન્ડિયન લાગતી આ શૂ બ્રાન્ડ છે વિદેશી, નામ જાણીને લાગશે 440 વોલ્ટનો ઝટકો…

જ્યારે પણ તમે શૂઝ કે ચંપલ ખરીદવાનું વિચારો છે ત્યારે મગજમાં અનેક અલગ અલગ બ્રાન્ડ મગજમાં આવે છે. પરંતુ મોટાભાગના લોકોના મગજમાં આવે છે બાટા (Bata)નું નામ.
દેશના મોટાભાગના લોકોને બાટાના ચંપલ ખૂબ જ પસંદ આવે છે કારણ કે તેમની એવી માન્યતા છે કે બાટા એ ઈન્ડિયન કંપની છે. પરંતુ 99 ટકા લોકોને ખ્યાલ નથી કે બાટાએ ઈન્ડિયન કંપની નથી. ચાલો આજે તમને આ પાછળની સ્ટોરી જણાવીએ…
આપણ વાંચો: શૂઝમાંથી આવતી સ્મેલ તમને શરમાવે તે પહેલા કરી લો આ ઉપાય
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર બાટા દુનિયાની લીડિંગ શૂઝ મેકિંગ બ્રાન્ડમાંથી એક છે. જેની સ્થાપના 1894માં ટોમસ બાટા દ્વારા તત્કાલિન હંગેરિયન સામ્રાજ્યના જિલ્ક શહેર (અત્યારના ચેક ગણરાજ્ય)માં કરવામાં આવી હતી. હાલમાં એનું ગ્લોબલ હેડક્વાર્ટર સ્વિટર્ઝલેન્ડ સ્થિત લૌજેનમાં છે. દુનિયાના 70થી વધુ દેશમાં આ કંપની પોતાના પ્રોડક્ટ વેચે છે.
વાત કરીએ બાટાની ભારતમાં એન્ટ્રી કઈ રીતે થઈ એની તો ભારતમાં 1931માં કોલકાતા ખાતે આવેલા બાટાનગરમાં બાટા શૂ કંપની પ્રાઈવેટ લિમિટેડની સ્થાપના કરવામાં આવી હતી.
આપણ વાંચો: શૂઝ તો કલરફૂલ પણ સોલ કેમ સફેદ હોય છે? કારણ જાણશો તો ચોંકી ઉઠશો…
1973માં એને ભારતીય કંપની અધિનિયમ હેઠળ સાર્વજનિક કંપનીના રૂપમાં બાટા ઈન્ડિયા લિમિટેડમાં ફેરવી દેવામાં આવી. આજે બાટા ઈન્ડિયા લિમિટેડ ભારતમાં શૂઝ અને ચંપલ ઈન્ડસ્ટ્રીમાં એક લીડિંગ કંપની બની ગઈ છે અને 500થી વધુ શહેરોમાં તેના યુનિટ્સ છે.
ટૂંકમાં બાટા એક વિદેશી કંપની છે ભારતમાં તેની ઓળખ એક દેશી બ્રાન્ડ જેવી છે. ક્વોલિટી, ટકાઉ અને રિઝનેબલ પ્રાઈઝને કારણે બાટા ભારતીય ઉપભોક્તા વચ્ચે એક વિશ્વસનીય નામ બની ચૂકયું છે. કંપની ભારતીય બજાર અનુસાર ડિઝાઈન, મૂલ્ય અને માર્કેટિંગ સ્ટ્રેટેજી તૈયાર કરે છે.
છે ને એકદમ ઈન્ટરેસ્ટિંગ અને યુનિક ઈન્ફોર્મેશન? તમે પણ આ માહિતી તમારા મિત્રો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી રસપ્રદ માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.