જૂનમાં મહિનામાં આટલા દિવસ નહીં થાય બેંકોમાં કામકાજ, RBIએ આપી માહિતી…

મે મહિનો પૂરો થઈને જૂન મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને આરબીઆઈ (RBI) દ્વારા જૂન મહિનામાં આવનારા બેંક હોલિ-ડેની યાદી બહાર પાડવામાં આવી છે. જો તમે પણ જૂન મહિનામાં બેંક સંબંધિત કામકાજ પતાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો આ સમાચાર પહેલાં વાંચી લો. જૂન મહિનામાં એક-બે નહીં 12 દિવસ સુધી બેંકોમાં વિવિધ કારણોસર રજા રહેશે, જેને કારણે તમારા બેંકિંગ સંબંધિત કામકાજ થોડા ડિલે થઈ શકે છે. ચાલો જોઈએ તમારા શહેરમાં જૂન મહિનામાં બેંક કેટલા દિવસ બંધ રહેશે.
આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી બેંક હોલિ-ડેની યાદી નીચે મુજબ છે-
⦁ પહેલી જૂનઃ રવિવાર હોવાથી દેશભરમાં બેંકો બંધ રહેશે
⦁ છઠ્ઠી જૂનઃ ઈદ ઉલ અધા બકરી ઈદ નિમિત્તે તિરુવનંતપુરમ અને કોચીમાં બેંકોમાં રજા રહેશે
⦁ સાતમી જૂનઃ બકરી ઈદ (ઈદ-ઉદ-જહા) નિમિત્તે અગરતલા, આઈઝોલ, બેલાપુર, બેંગલોર, ભોપાળ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નઈ, દહેરાદૂન, ગુવાહાટી, હૈદરાબાદ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, ઈમ્ફાલ, જયપુર, કોલકતા, જમ્મુ, મુંબઈ, કાનપુર, નવી દિલ્હી, પણજી, પટણા, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા અને શ્રીનગરમાં બેંક બંધ રહેશે
⦁ આઠમી જૂનઃ રવિવાર હોવાથી દેશભરમાં બેંકો બંધ રહેશે
⦁ 11મી જૂનઃ સંત ગુરુ કબીર જયંતી, સાગા દાવા નિમિત્તે ગેંગટોક અને શિમલા ખાતે બેંકો બંધ રહેશે
⦁ 14મી જૂનઃ બીજો શનિવાર હોવાને કારણે બેંકોમાં રજા રહેશે
⦁ 15મી જૂનઃ રવિવાર હોવાથી દેશભરની બેંકો બંધ રહેશે
⦁ 22મી જૂનઃ રવિવાર હોવાથી દેશભરની બેંકોમાં કામકાજ બંધ રહેશે
⦁ 28મી જૂનઃ ચોથા શનિવાર નિમિત્તે બેંકોમાં રજા રહેશે
⦁ 29મી જૂનઃ રવિવારે હોવાથી બેંકોમાં રજા રહેશે
⦁ 30મી જૂનઃ રેમના નિમિત્તે મિઝોરમમાં બેંકો બંધ રહેશે. દર વર્ષે મિઝોરમ રાજ્યમાં આ દિવસે રેમની ની એટ શાંતિ દિવસ તરીકે ઉજવાશે
આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી રજાની યાદી દેશભરમાં એક સમાન નથી હોતી. રાજ્ય, શહેર અને તહેવારો પ્રમાણે રજાઓની યાદી પણ થોડી આગળ પાછળ હોઈ શકે છે. જોકે, આજકાલ જમાનો ડિજિટલ છે એટલે બેંકોમાં રજા હોય તો પણ નેટ બેકિંગ અને ડિજિટલ બેંકિંગને કારણે તમારા કામ તો નહીં જ અટકે. પરંતુ તેમ છતાં કેટલાક કામ એવા હોય છે કે જે બેંકમાં જઈને જ કરવા પડે છે એવા સમયે આ યાદીની માહિતી હોય તો તમે એ પ્રમાણે તમારા કામ પ્લાન કરી શકો છો.
આ પણ વાંચો….દુનિયાભરમાં ધાર્મિક આસ્થા ઘટી રહી છે? જાણો કયા ધર્મના લોકો વધુ નાસ્તિક બન્યા!