બેંક હોલીડેને લઈને RBIએ આપી મહત્ત્વની માહિતી, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

એપ્રિલ મહિનો પૂરો થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને મે મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા દર મહિને બેંકોમાં આપવામાં આવતી રજાની યાદી જાહેર કરવામાં આવી છે.
મે મહિનામાં પણ આરબીઆઈ દ્વારા આવનારી રજાઓની યાદી બહાર પાડવામાં આવી છે. જો તમે પણ બેંકના કેટલાક કામ પતાવવાનું વિચારી રહ્યા છે તો તમારે આ ન્યુઝ જાણી લેવા જોઈએ. મે મહિનામાં આવનારી રજાઓ વિશે વાત કરીએ તો રાજ્યમાં અલગ અલગ તહેવાર પ્રમાણે રજા હોઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે મે મહિનામાં 11 દિવસ બેંકોમાં રજા રહેશે. ચાલો જોઈએ મે મહિનામાં ક્યારે ક્યારે બેંકોમાં રજા રહેશે-
આપણ વાંચો: 500 રૂપિયાની નોટે વધાર્યું RBIનું ટેન્શન, તમારી પાસે પણ તો નથીને આવી નોટ?
⦁ પહેલી મે, 2025: મે મહિનામાં લેબર ડે પર બેંકો બંધ રહેશે
⦁ બીજી મે, 2025: રવિન્દ્રનાથ ટાગોર જયંતી નિમિત્તે પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, જમ્મુ-કાશ્મીર અને દિલ્હીમાં બેંકો બંધ રહેશે
⦁ ચોથી મે, 2025: રવિવારની રજાને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે
⦁ 10મી મે, 2025: મહિનાના બીજા શનિવાર નિમિત્તે દેશભરમાં બેંકો બંધ રહેશે
⦁ 11મી મે, 2025: રવિવારની રજાને કારણે બેંકમાં રજા રહેશે
⦁ 12મી મે, 2025: બુદ્ધપુર્ણિમાના દેશભરમાં બેંકો બંધ રહેશે
⦁ 16મી મે, 2025: સિક્કિમ સ્થાપના દિવસે સિક્કિમમાં તમામ બેંકો બંધ રહેશે
⦁ 18મી મે, 2025: રવિવારની રજાને કારણે બેંકો બંધ રહેશે
⦁ 24મી મે, 2025: મહિનાનો ચોથો રવિવાર હોવાને કારણે બેંકોમાં રજા રહેશે
⦁ 25મી મે, 2025: રવિવારની રજાને કારણે બેંક બંધ રહેશે
⦁ 26મી મે, 2025: કવિ કાજી નજરુલ ઈસ્લામ જયંતી નિમિત્તે ત્રિપુરામાં બેંક બંધ રહેશે
ડિજિટલી બેંકિંગ સર્વિસ ચાલુ રહેશે
મે મહિનામાં 11 દિવસ બેંક હોલીડે હોવા છતાં પણ ગ્રાહકો ડિજિટલ સર્વિસનો લાભ લઈ શકે છે. ડિજિટલ બેંકિંગ સર્વિસ અને એટીએમની મદદથી પૈસાની લેવડ-દેવડ કરી શકો છો, કારણ કે આ સુવિધા 24 કલાક શરૂ રહેશે.