નોમિની કે કાનુની ઉત્તરાધિકારી, કોને મળે છે બેંક એકાઉન્ટમાં રહેલા પૈસા? RBIનો આ નિયમ જાણી લેશો તો ફાયદામાં રહેશો…

આજકાલ દરેક વ્યક્તિનું બેંક એકાઉન્ટ હોય છે અને આ બેંક એકાઉન્ટમાં જ સેલરી, સબ્સિડી, ઈન્ટરેસ્ટ વગેરે આવે છે. પરંતુ શું તમને ખબર છે કે જો એકાઉન્ટ હોલ્ડરનું મૃત્યુ થાય છે ત્યારે એકાઉન્ટના પૈસા કોને મળે છે? બેંક એકાઉન્ટમાં જોડવામાં આવેલા નોમિનીને મળે છે કે પછી કાયદેસરના વારસદારને? આ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની ગાઈડલાઈન્સ શું કહે છે એના વિશે આજે આપણે અહીં જાણીશું-
આજના ડિજિટલ વર્લ્ડમાં બેંક એકાઉન્ટ જરૂરી બની ગયા છે. સેલેરીથી લઈને સરકારી સબ્સિડી સુધીના તમામ પૈસા આ એકાઉન્ટમાં જમા થાય છે. પરંતુ ક્યારેય વિચાર્યું છે ખરું કે જો કોઈ સંજોગોમાં એકાઉન્ટ હોલ્ડરનું અચાનક મૃત્યુ થાય તો આવા સંજોગોમાં એકાઉન્ટમાં રહેલાં પૈસા કોને મળે છે? તો આ સવાલનો જવાબ છે આ પૈસા સીધા મળશે નોમિનીને.
નોમિની એ વ્યક્તિ છે કે જેનું નામ તમે બેંકમાં લેખિતરૂપમાં નોંધાવો છો કે તમારી ગેરહાજરીમાં એ વ્યક્તિ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકે છે. આરબીઆઈ અને બેંક નોમિનીની ડિટેઈલ્સ આપવી ફરજિયાત કરવામાં આવ્યું છે અને તમારું આ નાનકડું પગલું તમારા પરિવારને લાંબી કાયદેસરની પ્રક્રિયામાંથી બચાવી લે છે.
ખાતાધારક કોઈ પણ નજીકના સંબંધીઓ કે જેમને પત્ની, સંતાનો, માતા-પિતા કે ભાઈ-બહેન કોઈને પણ નોમિની બનાવી શકાય છે. આવું કરવાથી ખાતાધારકના સંબંધીઓને સરળતાથી પૈસા મળી જાય છે. નોમિની રજિસ્ટર કરવામાં આવ્યું હોય તો ક્લેમ કરવું સરળ રહેશે. ખાલી ડેથ સર્ટિફિકેટ અને આઈડી પ્રૂફ આપવું પડે છે. બેંક સીધેસીધા પૈસા ટ્રાન્સફર કરી દે છે.
જો તમે બેંક એકાઉન્ટમાં નોમિની નથી એડ કર્યું તો મુશ્કેલી પડી શકે છે. આવી સ્થિતિમાં તમારી મુશ્કેલી વધી જાય છે અને પરિવારના લોકોને પણ પૈસા મેળવવા માટે સક્સેશન સર્ટિફિકેટ અને કોર્ટના પ્રોસેસમાંથી પસાર થવું પડે છે.
બેંક એકાઉન્ટ ખોલાવવું તો જરૂરી છે, પણ એટલું જ જરૂરી છે તેમાં નોમિનીનું નામ જોડવું પણ એટલું જ જરૂરી છે. તમારી આ નાનકડી તકેદારી તમારા પરિવારને મુશ્કેલીમાં પડતા બચાવી શકે છે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરો, જેથી તેઓ આવી મુસીબતમાં ના ફસાય. આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.
આપણ વાંચો: શું તમને પણ લાગી ગઈ છે આ ખરાબ આદત? છોડવા માટે ફોલો કરો સિમ્પલ સ્ટેપ્સ…