બેંગલોરની કામવાળી બાઈ પાસેથી શિખવા જેવું છે લિવ નૉટ કઈ રીતે લખાય, જૂઓ વાયરલ પોસ્ટ...
સ્પેશિયલ ફિચર્સ

બેંગલોરની કામવાળી બાઈ પાસેથી શિખવા જેવું છે લિવ નૉટ કઈ રીતે લખાય, જૂઓ વાયરલ પોસ્ટ…

ઘણી ઓફિસમાં એવું બનતું હોય છે કે કર્મચારીઓ રજા લેવાની જે પ્રોસિઝર હોય તેને ફોલો નથી કરતા. ઘણીવાર એકાદ બે દિવસ આવતા નથી, ફોન ઉપાડતા નથી અને પછી ત્રીજા દિવસે આવીને કહે છે કે તબિયત સારી ન હતી, અથવા ઘરમાં ઈમરજન્સી હોવાથી હું આવી શક્યો નથી કે આવી શકી નથી.

પણ બેંગલોરની એક હાઉસ હેલ્પ આ મામલે ઘણી પ્રોફેશનલ સાબિત થઈ છે અને તેણે પોતાની મેડમને જે મેસેજ મોકલ્યા છે, તે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. સામાન્ય રીતે કામવાળી બાઈ રજા લેવાનું જરૂરી સમજતી જ નથી. ઘણીવાર ફોનથી ના પાડે છે બાકી તમારે રાહ જોતા રહેવાનું અને જો ન આવે તો જાતે જ કામ કરવાનું હોય છે.

જ્યારે બેંગલોરની આ બાઈએ અંગ્રેજીમાં વૉટ્સ એપ મેસેજ કરી પોતાની માલિકણને પોતે ન આવી શકતી હોવાની જાણ કરી છે. તેની મેડમે તેનો વૉટ્સ એપ મેસેજ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જેમાં બાઈએ લખ્યું છે કે મારી તબિયત સારી નથી. મને શરદી ને ગળામાં તકલીફ હોવાથી આજે હું કામ પર આવી શકીશ નહીં.

આ બાઈને અંગ્રેજી નથી આવડતુ એટલે તેણે તેની 10 વર્ષી દીકરી પાસેથી મેસેજ ટાઈપ કરાવ્યો છે. મહિલાએ લખ્યું છે કે મારી બાઈ આ રીતે જ પ્રોફેશનલ પદ્ધતિથી જ રજા લે છે. હું જે ઓફિસમાં કામ કરું છું ત્યાં પણ ઘણા લોકો રજા લેવામાં નિયમોનું પાલન કરતા નથી જ્યારે આ બાઈ એકદમ યોગ્ય રીતે રજા લેતા પહેલા જાણ કરે છે.

આ પણ વાંચો…ડિયર હની, તારો બન્નીઃ કામવાળીને માન-સન્માન કેમ નહીં?

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button