ઘરે બની જશે નીતા અંબાણીની ફેવરિટ બનારસી ટામેટા ચાટ, નોંધી લો રેસિપી

Banaras Tomato Chaat Recipe: પાછલા વર્ષે રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરપર્સન નીતા અંબાણીનો બનાસરની સ્પેશિયલ ટામેટાની ચાટ ખાતો વીડિયો વાયરલ થયો હતો. નીતા અંબાણીએ ટામેટાની ચાટના વખાણ કર્યા હતા. તેમણે આ ચાટ કેવી રીતે બનાવી એ જાણવાનો પણ પ્રયાસ કર્યો હતો. જો તમે પણ ઘરે બનારસની સ્પેશિયલ ટામેટાની ચાટ બનાવવા ઈચ્છો છો, તો અમે તમારા માટે ખાસ રેસિપી લઈને આવ્યા છીએ.
ટામેટાની ચાટ બનાવવાની જરૂરી સામગ્રી
ટામેટાની ચાટ બનાવવા માટે 3-4 ટામેટા, 3 મીડિયમ સાઈઝના બટાકા, લીલા ધાણા, લીલા મરચા, ચાટ મસાલો, સિંધવ મીઠું, લીંબુ, તેલ તથા અન્ય મસાલા તૈયાર રાખો. ચાટ બનાવવા માટે સૌપ્રથમ સુગર સીરપ તૈયાર કરી લો. ત્યારબાદ 2 ચમચી ખાંડ અને અડધો કપ પાણી નાખી તેને ઉકાળી લ્યો. જ્યારે ખાંડ બરાબર ભળી જાય ત્યારે તેમાં તળેલું જીરૂં અને સિંધવ મીઠું ઉમેરી દો. 2 મિનિટ સુધી તેને સેકો. ત્યારબાદ 3-4 ટામેટાને બારીકાઈથી સમારી લો.
હવે એક કઢાઈમાં જીરૂ, બારીકાઈથી કાપેલું આદું, 2 લીલા મરચાં નાખો અને સેકો. ત્યારબાદ તેમાં સમારેલા ટામેટા અને મસાલા ઉમેરી દો. ધાણા પાવડર, હળદર પાવડર, કશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરો. ટામેટા સાથે તેને બરાબર મિક્સ કરો. હવે તેમાં થોડું મીઠું નાખો અને 4 મિનિટ માટે ટામેટાને સેકાવા દો. હવે ટામેટાને મૈશ કરી દો અને તેમાં અડધો કપ પાણી ઉમેરો.
બટાકાને ટામેટા સાથે આ રીતે મિક્સ કરો
આટલું કર્યા બાદ 3 મીડિયમ સાઈઝના બટાકા બાફો અને તેને બારીકાઈથી મૈશ કરી લો. ત્યારબાદ તેને ટામેટા સાથે ભેળવી દો. હવે થોડો તેમાં થોડો આમચૂર પાવડર અને સિંધવ મીઠું ઉમેરી દો. તેમાં થોડો ગરમ મસાલો નાખો અને સેકો. તેમાં અડધી ચમચી શેકેલું જીરું અને ચાટ મસાલો નાખો. ઉપરથી તેમાં લીલા ધાણા અને લીંબુનો રસ ભેળવી દો. ટામેટાની ચાટ તૈયાર છે.
ટામેટાને સર્વ કરવા માટે એક પ્લેટમાં રાખો. ઉપરથી દેશી ઘી અને 2 ચમચી સુગર સીરપ ઉમેરો. ત્યારબાદ સ્વાદ અનુસાર લીલા ધાણા, સિંધવ મીઠું, સેકેલું જીરું અને ચાટ મસાલો નાખો. તમે સેવ અથવા નમકીન પણ ઉમેરી શકો છો.
આ પણ વાંચો…Anant Ambaniના લગ્નમાં પીરસાયેલી ગરાડુ ચાટ વિશે જાણો છો? ઘરે જ બનાવી શકશો…