WhatsApp, Telegram પર ટૂંક સમયમાં જ બંધ થશે આ સર્વિસ? DoTએ કહ્યું…

વોટ્સએપ (WhatsApp) ટેલિગ્રામ (Telegram) જેવા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરનારા યુઝર્સની બિલકુલ કમી નથી અને હવે આ બંને એપ્લિકેશનને લઈને જ દૂરસંચાર વિભાગ (DoT) દ્વારા મહત્ત્વનું પગલું લેવામાં આવ્યું છે. આવો જોઈએ શું છે આ મહત્ત્વનું પગલું અને એને કારણે કઈ રીતે યુઝર્સનો એક્સપિરિયન્સ બદલાવવા જઈ રહ્યો છે. આવો જોઈએ શું છે આ પ્લાન-
વાત જાણે એમ છે કે ટેલિકોમ ઓપરેટર્સ એરટેલ, જિયો, વોડાફોન આઈડિયા વગેરેએ વોટ્સએપ, ટેલિગ્રામ જેવી એપ પરથી કરવામાં આવતા ફ્રી ઓડિયો અને વીડિયો કોલિંગ પર પ્રતિબંધ મૂકવાની માગણી અનેક વખત કરાઈ ચૂકી છે. હવે આ માગણી પર વિભાગનો જવાબ આવ્યો છે. ડોટે આ એપ્સ પરથી કરવામાં આવતા કોલ પર હાલ તો કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ મૂકવાની મનાઈ કરી છે. આને કારણે ટેલિકોમ કંપનીઓને મોટો આંચકો લાગ્યો છે.
આ પણ વાંચો: વોટ્સએપ: અપડેટ ને આવિષ્કાર પછી અલવિદા?
દૂરસંચાર વિભાગ દ્વારા સોશિયલ મીડિયા એપ પરથી કરવામાં આવતા કોલિંગને લઈને સ્પષ્ટ જણાવ્યું છે કે સરકાર હાલમાં આને બંધ નહીં કરે. ટેલિકોમ ઓપરેટર્સનું એવું કહેવું હતું કે નવું ટેલિકોમ્યુનિકેશન એક્ટ વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા એપ્સ પર પણ લાગુ કરવામાં આવવું જોઈએ. ઓટીટી એપ્સને પણ રેગ્યુલેટ કરવાની જરૂર છે, કારણ કે આ એપ્સ પણ કોલિંગ સર્વિસ પ્રોવાઈડ કરે છે. જોકે, આ મામલે ઓટીટી એપ્સ દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે તેઓ પહેલાંથી જ ડોટના નિયમોનું પાલન કરે છે.
દૂરસંચાર કંપનીઓની સાથે સાથે જ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાય) અને સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા પહેલાંથી જ ઓટીટીને રેગ્યુલેટ કરવાનું કન્સલ્ટેશન પેપર સાઈન કરી ચૂક્યા છે. યુઝર્સના હિત અને દેશની સુરક્ષા માટે ધ્યાનમાં રાખતા એજન્સીઓ અને સરકાર તરફથી જ એના પર મંથન કરવામાં આવી રહ્યું છે. ગયા વર્ષે જુલાઈમાં ટ્રાયે પોતાના કન્સલ્ટેશન પેપરમાં આ એપ્સને કન્ટ્રોલ કરવાની વાત કરવામાં આવી હતી.