સ્પેશિયલ ફિચર્સ

બોલો આ કોલેજનો કારભાર સંભાળે છે બજરંગબલી, દરેક નિર્ણયમાં લેવાય છે મંજૂરી…

હેડિંગ વાંચીને ચોંકી ગયા ને? કદાચ મનમાં એવો સવાલ પણ થયો હશે કે આવું કઈ રીતે શક્ય છે? અને આખરે આવી અનેક કોલેજ ક્યાં આવેલી છે? થોડી ધીરજ રાખો, અમે અહીં તમને એ વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો જાણીએ આ કોલેજ અને તેની વિચિત્ર લાગતી આ પરંપરા વિશે…

આ કોલેજ આવેલી છે નવાબો કે શહેર લખનઉ. અહીંની ભગતસિંહ કોલેજનું તમામ કામકાજ રામભક્ત બજરંગબલીના ભરોસે ચાલી રહ્યું છે, કારણ કે સંચાલકે બજરંગબલીને પોતાની કોલેજના ચેરમેન બનાવ્યા છે. તમને કદાચ જાણીને નવાઇ પણ લાગશે કે અહી ભગવાન હનુમાનની કેબિન પણ બનવવામાં આવી છે, જ્યાં લોકો તેમની પરવાનગી લઈને પ્રવેશ કરે છે. આ સિવાય કોલેજના ચેરમેન બજરંગબલીની નેનો કાર પણ છે, જેમાં બેસીને તેઓ દરરોજ રામલલાના દર્શન કરવા માટે જાય છે. એવું કહેવાય છે કે આ કારમાં માત્ર ડ્રાઈવર અને બજરંગબલી જ હાજર હોય છે.


આટલું ઓછું હોય તેમ આ કોલેજમાં કોન્ફરન્સ રૂમ પણ છે, જ્યાં ચેરમેનની ગાદી પર હનુમાનજી બિરાજમાન છે અને તેમના નામની નેમપ્લેટ પણ લગાવવામાં આવી છે. આ કોલેજમાં હજારો વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને આ કોલેજમાં ભગવાન હનુમાનજી સવારે આઠ વાગ્યે હાજર થાય છે. હનુમાનજી આવે એ પહેલાં તેમની કેબિનની સાફ સફાઈ કરવામાં આવે છે અને કેબિનમાં રામ દરબાર પણ ભરવામાં આવે છે. દરરોજ સવારે 10થી 11 વાગ્યા સુધી કોન્ફરન્સ રૂમમાં એક કલાકની મીટિંગ પણ બોલાવવામાં આવે છે. બપોરના એક વાગ્યે લંચ બ્રેકમાં બજરંગબલીને બેસનના લાડવાનો ભોગ લગાવવામાં આવે છે.


આ અનોખી ગોઠવણ વિશે વાત કરતાં કોલેજના સ્થાપક અને ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ વિવેક તાંગડી અને સેક્રેટરી પંકજ સિંહ ભદૌરિયાએ જણાવ્યું હતું કે, વર્ષ 2007માં બંને મિત્રોએ સાથે મળીને આ કોલેજ શરૂ કરી હતી અને e સમયે બંને મિત્રો આ કોલેજના ચેરમેન બનવા માટે રાજી નહોતા. પરંતુ બંને મિત્રો સંકટમોચન હનુમાનના ખૂબ મોટા ભક્ત હોવાને કારણે જ તેમણે બજરંગબલીને આ કોલેજના ચેરમેન બનાવવાનો નિર્ણય લીધો હતો. બસ ત્યારથી જ આ પરંપરા આજ દિન સુધી ચાલી આવી છે.


અત્રે ઉલ્લેખનીય છે કે એપીજે અબ્દુલ કલામ ટેકનિકલ યુનિવર્સિટી દ્વારા આ કોલેજને માન્યતા આપવાની મનાઈ ફરમાવવામાં આવી હતી અને એનું કારણ એવું આપવામાં આવ્યું હતું કે એક જીવિત વ્યક્તિ જ ચેરમેન હોઈ શકે છે. જેની સામે બ્રાહ્મણો દ્વારા એવી દલીલ રજૂ કરવામાં આવી હતી કે રામભક્ત હનુમાન અમર છે ને એની સાથે સાથે જ તેમને ચિરંજીવીનું વરદાન પણ પ્રાપ્ત છે. આ આખી ઘટના નેશનલ અને ઈન્ટરનેશનલ લેવલ પર પહોંચી ગયો હતો મોટી મશકત બાદ આ આખરે આ કોલેજને માન્યતા આપવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button