મા લક્ષ્મીને નારાજ કરે છે તમારી આ 4 ખરાબ આદતો, આજે જ બદલી નાખો નહીંતર… | મુંબઈ સમાચાર

મા લક્ષ્મીને નારાજ કરે છે તમારી આ 4 ખરાબ આદતો, આજે જ બદલી નાખો નહીંતર…

આજના સમયમાં દરેક વ્યક્તિના મનમાં અંદરખાને એવી ઈચ્છા તો હોય જ છે કે તેની પાસે ભરપૂર પૈસા હોય. પૈસા કમાવવા માટે દિવસ-રાત મહેનત કરે છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે ગમે એટલી મહેનત કરો પણ પૈસા કે સફળતા બંને ટકતા નથી અને હાથતાળી આપીને જતાં રહે છે. જો તમે પણ આ જ મૂંઝવણમાંથી પસાર થઈ રહ્યા છો તો તમારે આ સ્ટોરી છેલ્લે સુધી વાંચી જવી પડશે.

ગમે એટલી મહેનત કરો પણ જો હાથમાં પૈસો ના ટકતો હોય કે સફળતા બે કદમ દૂર રહેતી હોય તો એના માટે તમારી કેટલીક આદતો પણ જવાબદાર હોઈ શકે છે. સનાતન હિંદુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રના કેટલાક નિયમો વિશે જણાવવામાં આવ્યું છે અને આ નિયોમનું પાવન કરવું ખૂબ જ જરૂરી છે.

આપણ વાંચો: રક્ષાબંધન 2025: 100 વર્ષ પછી બનશે દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકો માટે રહેશે ખૂબ જ શુભ…

એવી માન્યતા છે કે જે વ્યક્તિ આ નિયમોનું પાલન કરે છે તેમના જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે છે. મા લક્ષ્મીની કૃપા પણ બની રહે છે. ચાલો જોઈએ કઈ છે તમારી આ આદતો જેને તમારે છોડવી જોઈએ-

આપણ વાંચો: પુત્રદા એકાદશી: આ વસ્તુનું દાન કરવાથી તમારા પર વરસી શકે છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા

મોડે સુધી ઊંઘવુંઃ

વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવેલા નિયમ અનુસાર જે ઘરમાં લોકો મોડે સુધી ઊંઘે છે, ત્યાં મા લક્ષ્મીનો વાસ રહેતો નથી. આવા સ્થાનો પર મા લક્ષ્મી ક્યારેય નથી પધારતા. આવા ઘરોમાં ક્યારેય આર્થિક તંગી, તાણ અને કલેશ જોવા મળે છે.

રસોડામાં ગંદગીઃ

રસોડું એ ઘરનું મંદિર છે અને જે રસોડામાં ગંદકી હોય છે એવા સ્થાનો પર મા લક્ષ્મી અને મા અન્નપૂર્ણા બંનેનો વાસ નહી હોતો. વાસ્તુશાસ્ત્રના નિયમ અનુસાર સાફ-સુથરા અને સ્વચ્છ રસોડું હોવું જોઈએ. જે ઘરમાં રસોડું સ્વચ્છ હોય છે ત્યાં લક્ષ્મીનો વાસ રહે છે.

નકારાત્મક વાતાવરણઃ

જે ઘરમાં નેગેટિવ અને ઝઘડાનો માહોલ હોય છે ત્યાં ન તો ક્યારેય પૈસા ટકે છે કે મા લક્ષ્મીનો વાસ હોય છે. આવા ઘરમાં નેગેટિવ એનર્જી હોય છે. આ ઘરમાં સતત આર્થિક તંગીનો માહોલ હોય છે. પરિવારના સભ્યોનું જીવન સ્થિર થઈ જાય છે.

વિના કારણ ખર્ચઃ

વાસ્તુશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર જે લોકો સમજ્યા વિચાર્યા વિના ખર્ચ કરે છે, તેમના હાથમાંથી પૈસા સરી જાય છે. બચત કરનારા લોકોની આર્થિક સ્થિતિ મજબૂત હોય છે અને તેમનું ભવિષ્ય ખૂબ જ સારું રહે છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button