પર્સમાં આ 5 વસ્તુઓ રાખવાની ન કરશો ભૂલ, નહીંતર ખાલી થઈ જશે પૈસાની તિજોરી

Purse Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર આપણા જીવન સાથે વણાયેલું છે. તેથી ઘરના બાંધકામ જેવી ઘણી બાબતોમાં વાસ્તુ શાસ્ત્રના નિયમોનું ધ્યાન રાખવામાં આવે છે. ઘરના બાંધકામ સિવાય આપણા જીવન સાથે જોડાયેલી એવી ઘણી બાબતો છે. જે પૈકીની એક બાબત આપણું પર્સ છે. પર્સ માટે પણ વાસ્તુ શાસ્ત્રના કેટલાક નિયમો લાગું પડે છે. જેનું પાલન કરવામાં ન આવે તો આર્થિક તંગી ઊભી થાય છે. આવો પર્સને લઈને વાસ્તુ શાસ્ત્રના મહત્ત્વના નિયમો જાણીએ.

ફાટેલી ચલણી નોટ: ઘણા લોકો કૂલ બનવાના ચક્કરમાં જૂનામાં જૂની અથવા પલળેલી ચલણી નોટ પર્સમાં રાખી મૂકે છે. એક સમય બાદ તે પર્સમાં પડી પડી ફાટી જાય છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે, પર્સમાં ક્યારે પણ ફાટેલી નોટ રાખવી જોઈએ નહીં.

જૂના બિલ અથવા ચાવી: પર્સમાં ક્યારેય જૂના બિલ અથવા ચાવી રાખવી જોઈએ નહીં. તેને અશુભ ગણવામાં આવે છે. તેનાથી ધનની તંગી ઊભી થાય છે. પર્સમાં બેથી વધુ કાગળ રાખવા જોઈએ નહીં. પર્સમાં ચાવી રાખવાથી પણ આર્થિક તંગી ઊભી થાય છે અને નુકસાન થાય છે.

દવાઓ: ઘણા લોકો પર્સમાં દવા રાખતા હોય છે. જેથી કોઈ ઇમરજન્સી આરોગ્યની તકલીફ થાય તો તેનું સેવન કરી શકાય. પરંતુ જો તમને પર્સમાં દવા રાખવાની કાયમી ટેવ છે, તો તેને સુધારી દેવી જોઈએ. પર્સમાં દવા રાખવાથી આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. જો તમે લાંબા અંતરના પ્રવાસે જઈ રહ્યા છો, એવા સંજોગોમાં પર્સમાં દવા રાખી શકાય, પરંતુ રોજિંદી દિનચર્યામાં પર્સમાં દવા રાખવી જોઈએ નહીં.

મૃત વ્યક્તિનો ફોટો: ઘણા લોકો પોતાના મૃત સ્વજનોના ફોટો પોતાના પર્સમાં રાખતા હોય છે. પરંતુ આવું ન કરવી જોઈએ. પર્સમાં મૃત વ્યક્તિનો ફોટો રાખવાથી જીવનમાં નકારાત્મક ઊર્જા આવે છે અને આર્થિક મુશ્કેલી ઊભી થાય છે.

ફાટેલુ પર્સ: ઘણા લોકો પોતાના જૂના પર્સને જીવની જેમ સાચવી રાખે છે અને તે ફાટી જાય કે ઘસાઈ જાય ત્યાં સુધી તેનો ઉપયોગ ચાલુ રાખે છે. પરંતુ ક્યારેય ફાટેલું પર્સ ઉપયોગમાં ન લેવું જોઈએ. આવું કરવાથી ધનની દેવી માતા લક્ષ્મીનો આશીર્વાદ મળતો નથી અને ધનની ખોટ પણ ઊભી થાય છે.