આંખોને સ્વસ્થ રાખવા માટે આ 4 ભૂલો ક્યારેય ન કરો!

આંખ શરીરનું સૌથી મહત્વનું પણ નાજૂક અંગ છે. આંખતની દેખબાળ લેવી જરૂરી છે અને તેમાં ખૂબ સતર્કતા પણ રાખવી પડે છે. પણ આજકાલ મોબાઈલ આવ્યા બાદ જો સૌથી વધારે શરીરનું કોઈ અંગ અફેક્ટ થયું હોય તો તે છે આંખ.
આ આંખની સંભાળ લેવાનું ચૂકશો તો ગમે તેટલું મજબૂત અને સ્વસ્થ શરીર હશે, તમે નબળા પડી જશો અને વિવશ થઈ જશો. તો આવો જાણીએ આજના સમયમાં આંખની સંભાળ લેવા કઈ નાની નાની બાબતોનું ધ્યાન રાખવું.

આંખોને નુકસાન કરતી આદતો
ઘણા લોકોની ટેવ હોય છે કે તેઓ ફોન, લેપટોપ કે ટીવીની સ્ક્રીન પર કલાકો સુધી નજર રાખે છે. આનાથી આંખોમાં તણાવ, શુષ્કતા અને અસ્પષ્ટ દ્રષ્ટિની સમસ્યા થઈ શકે છે. વચ્ચે વિરામ ન લેવાથી આંખો પર વધુ બોજ પડે છે. આ ઉપરાંત, આંખોને વારંવાર ઘસવાથી તેના નાજુક પેશીઓને નુકસાન થઈ શકે છે, જેનાથી બળતરા કે ચેપનું જોખમ વધે છે.

સૂર્યપ્રકાશથી આંખોનું રક્ષણ
સૂરજની અલ્ટ્રાવાયોલેટ (UV) કિરણો આંખોને નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે. યોગ્ય સનગ્લાસ ન પહેરવાથી મોતિયા, મેક્યુલર ડિજનરેશન અને આંખોની આસપાસની ચામડીનું વહેલું વૃદ્ધત્વ જેવી સમસ્યાઓ થઈ શકે છે. બહાર નીકળતી વખતે UV પ્રોટેક્શનવાળા ચશ્માં પહેરવા અનિવાર્ય છે, જેથી આંખોનું રક્ષણ થઈ શકે.
મેકઅપથી આંખોની સમસ્યાઓ
ઘણી વખત થાક અને આળસના કારણે લોકો મેકઅપ ઉતારવાનું પસંદ કરતા નથી અને સીધા ઊંઘી જાય છે. જે આંખ માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આંખો પર મેકઅપ રાખવાથી તેલ ગ્રંથિઓ બંધ થઈ શકે છે.

જેનાથી આંખમાં બળતરા થઈ શકે છે. આ સાથે વિવિધા ચેપ લાગવાની પણ શક્યતા રહે છે. આનાથી સ્ટાઈ કે કન્જંક્ટીવાઈટીસ જેવી બીમારીઓ થઈ શકે છે. દરરોજ રાત્રે મેકઅપ સાફ કરીને ઊંઘવું આંખોના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
પોષણની ઉણપની અસર
આંખોના સ્વાસ્થ્ય માટે વિટામિન A, ઓમેગા-3 ફેટી એસિડ અને એન્ટીઓક્સિડન્ટ્સ જેવા પોષક તત્વો આવશ્યક છે. પ્રોસેસ્ડ ફૂડનું વધુ પડતું સેવન આંખોને જરૂરી પોષણથી વંચિત રાખે છે. લીલી શાકભાજી, ફળો, રંગબેરંગી શાકભાજી, બદામ અને માછલી જેવા ખોરાકનો સમાવેશ આહારમાં કરવો જોઈએ, જેથી આંખોની રોશની અને સ્વાસ્થ્ય જળવાઈ રહે.
આ પણ વાંચો…ટૂંકુ ને ટચ: આંખ નીચે ડાર્ક સર્કલ દૂર કરવા માટે શું છે વધુ અસરકારક?