ઇન્ટરનેશનલસ્પેશિયલ ફિચર્સ

આ દેશે ટીનેજર્સ માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવ્યા: વાલીઓએ આનંદ વ્યક્ત કર્યો

મેલબોર્ન: દુનિયાભરના ટીનેજર્સમાં સોશિયલ મીડિયાની લત ચિંતાજનક રીતે વધી રહી છે, જેને કારણે વાલીઓ ચિંતામાં છે. એવામાં ઓસ્ટ્રેલીયાએ મહત્વનું પગલું ભર્યું છે. ઓસ્ટ્રેલીયામાં આજે 10 ડિસેમ્બર, બુધવારથી 16 વર્ષ કે ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા છે.

ઓસ્ટ્રેલિયન સરકારે યુટ્યુબ, ટિકટોક, ઇન્સ્ટાગ્રામ, એક્સ અને ફેસબુક સહિતના જાણીતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને આદેશ આપ્યો છે કે કેટલાક પ્રકારને કન્ટેન્ટને ટીનેજર્સ સુધી પહોંચતા રોકવામાં આવે. આ આદેશો આજે બુધવારથી અમલમાં આવશે, વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝે એક વિડિઓ શેર કરીને આ આદેશોને મહત્વપૂર્ણ ગણાવ્યા.

વડાપ્રધાન અલ્બેનીઝે શું કહ્યું?
વીડિયો મેસેજમાં વડાપ્રધાન અલ્બેનીઝે કહ્યું કે આ પ્રતિબંધોથી બાળકો પર મોટી ટેક કંપનીઓનો કાબુ ઓછો થશે અને બાળક પર પરિવારો સાથે ફરી જોડાશે. બાળકો બાળકની જેમ રહેશે અને માતાપિતાને માનસિક શાંતિ મળશે.

વડાપ્રધાન અલ્બેનીઝે આજના દિવસને “ગૌરવપૂર્ણ” ગણાવ્યો હતો. અલ્બેનીઝે કહ્યું કે આ પગલું દર્શાવે છે કે પોલિસી મેકર્સ સોશિયલ મીડિયાને કારણે થતા નુકસાનને કાબુમાં રાખી શકે છે. તેમણે કહ્યું, “આનાથી ઘણો ફરક પડશે. આ આપણા દેશનોના મોટા સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તનોમાંનું એક છે.”

સરકારનો આદેશ:
અહેવાલ મુજબ 10 સોશિયલ મીડિયા પ્લેટફોર્મને મંગળવારે મધ્યરાત્રિથી કન્ટેન્ટને બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, આ આદેશો ઉલંઘન કરવા બદલ $33 મિલિયન સુધીના દંડનો ફટકારવામાં આવી શકે છે.

વાલીઓ ખુશ:
ટેક કંપનીઓએ ઓસ્ટ્રેલિયન સરકારના આદેશનો વિરોધ કર્યો હતો, જ્યારે વાલીઓએ તેનું સ્વાગત કર્યું હતું. પ્રતિબંધ લાગુ થાય, એ પેહલા ટીનેજર્સ તેમના ફોલોઅર્સને ગુડબાય મેસેજ પોસ્ટ કરતા જોવા મળ્યા હતાં.

ટીનેજર્સના માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક:
ઈલોન મસ્કની X છેક સુધી આ આદેશોનો વિરોધ કરતી રહી. મંગળવારે Xએ આદેશો સ્વીકાર્યા હતાં, જો કે તેણે કહ્યું, “આ અમારી પસંદગી નથી, પરંતુ કાયદા મુજબ જરૂરી છે.”

ઓસ્ટ્રેલિયન સરકારે પ્રતિબંધના આદેશ જાહેર કરતા એક રિસર્ચ રીપોર્ટને ટાંક્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે સોશિયલ મીડિયા ટીનેજર્સના માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સોશિયલ મીડિયા મારફતે ખોટી માહિતી ફેલાવવી, બુલિંગ અને તસ્વીરો સાથે છેડછાડ જેવા બનાવો બની રહ્યા છે.

આપણ વાંચો:  ઈમરાન ખાનની બહેનોને પાક. પોલીસ કરી ટોર્ચર, મુલાકાત અટકાવ્યા બાદ રાજનીતિ ગરમાઈ, જાણો શું છે આખો મામલો

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button