ઘરમાં આ પાંચ પક્ષીઓનું આવવું છે શુભ, ધનલાભ અને ખુશીઓનો આપે છે સંકેત…

હિંદુ ધર્મમાં દેવી-દેવતાઓ સહિત પશુ-પંખીઓ, છોડ-વૃક્ષ તમામને પૂજનીય માનવામાં આવે છે અને તેમનો આદર કરવામાં આવે છે. આ સિવાય વાસ્તુશાસ્ત્રમાં પણ પશુ-પંખીઓને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. પરંતુ આજે આપણે અહીં વાત કરીશું કેટલાક એવા પક્ષીઓ વિશે કે જેમનું ઘરે આવવું ખૂબ જ સુભ માનવામાં આવ્યું છે. ચાલો જોઈએ કયા છે આ પક્ષીઓ-
પોપટઃ

વાસ્તુશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ઘરમાં પોપટનું આવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરમાં પોપટનું આવવું એ વાતનો સંકેત આપે છે કે ટૂંક સમયમાં જ તમને શુભ પરિણામો પ્રાપ્ત થઈ શકે છે. પોપટના ઘરમાં આવવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા વરસે છે.
આ સિવાય પોપટનો સંબંધ ભગવાન કુબેર સાથે હોવાનું પણ કહેવાય છે. આ સાથે સાથે પોપટને કામદેવનું વાહન પણ છે એટલે પોપટના ઘરમાં આવવાથી તમારી લવ-લાઈફ પણ સારી રહેશે. વેપારમાં પણ વૃદ્ધિ આવે છે.
ઘુવડઃ

વાસ્તુશાસ્ત્રમાં ઘુવડને પણ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ઘુવડ માતા લક્ષ્મીનું વાહન છે અને જો તમારા ઘરની આસપાસમાં ઘુવડ દેખાય છે તો એનો અર્થ એવો થાય છે કે તમારી સાથે ટૂંક સમયમાં કંઈક ખૂબ જ સારું થવાનું છે.
ચકલીઃ

જો તમારા ઘરમાં પણ ચકલી આવે છે તો તેને પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સિવાય ચકલી ઘરમાં માળો બાંધે એ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચકલી કે ચકલીના માળાનું ઘરમાં હોવું એ વાતનો સંકેત છે કે ટૂંક સમમાં જ ઘરમાં ખુશીઓ આવશે અને કોઈ મુસીબત આવી રહી હતી તો તે ટળી ગઈ છે.
કાગડોઃ

ઘરની બહાર જ્યારે કાગડો આવીને બોલે ત્યારે આપણે અનેક ઘરના વડીલોને એવું કહેતાં સાંભળ્યા હશે કે આજે કોઈ મહેમાન આવશે. વાસ્તુશાસ્ત્રમાં પણ ઘરમાં કાગડાનું આવવું ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. કાગડાના આગમનને મહેમાનના આગમન સાથે જોડીને જોવામાં આવે છે.
કૂકડોઃ

જો તમારા ઘરની આસપાસમાં ક્યાંય કૂકડો જોવા મળે છે કે તેની બાંગ સાંભળવા મળે છે તો એને શુભ માનવામાં આવે છે અને વાસ્તુશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર કૂકડાની બાંગ સાંભળવા મળે એ એ વાતનો સંકેત છે કે લાંબા સમય બાદ તમે કોઈ મિત્રને મળશો.
આ પણ વાંચો…શું તમે ચિંતા અને તણાવથી પરેશાન છો? સવારે ઊઠીને કરો આ 3 કામ, ખુશીઓમાં થશે વધારો