સ્પેશિયલ ફિચર્સ

ATMમાં જઈને તમે પણ Cancelનું બટન દબાવો છો? PIBએ કર્યો ચોંકાવનારો ખુલાસો…

આપણામાંથી મોટાભાગના લોકો પૈસા કાઢવા કે બેલેન્સ ચેક કરવા માટે એટીએમનો ઉપયોગ તો કરતાં જ હશે, અને પૈસા કાઢ્યા બાદ એટીએમમાં જોવા મળતા કેન્સલનું બટન પણ દબાવતા જ હશો.

જો તમે પણ આવું જ કરો છો તો આજે અમે અહીં તમને આ કેન્સલ બટનના સિક્રેટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. લોકોનું એવી માન્યતા છે કે કેન્સલ બટન દબાવવાથી પીન ચોરી નથી થતું. ચાલો આજે જાણીએ કે આ દાવામાં કેટલી સચ્ચાઈ છે-

આપણ વાંચો: ગુજરાતના સુરતમાં શરુ કરાયું રાજ્યનું પ્રથમ ગોલ્ડ એટીએમ, જાણો વિશેષતા

અનેક લોકો એટીએમમાંથી પૈસા કઢાવ્યા બાદ કે પહેલાં એકાદ-બે વખત કેન્સલનું બટન તો ચોક્કસ પ્રેસ કરીએ છીએ, કારણ કે એમને એવું લાગે છે કે આવું કરવાથી પિન ચોરી નથી થતું. આજકાલ ઓનલાઈન ફ્રોડ અને એટીએમ ક્લોનિંગનું જોખમ વધી રહ્યું છે તો લોકો કોઈ પણ મોટી મુશ્કેલીમાં પડવાથી બચી શકો છો.

થોડાક સમય પહેલાં જ ભારત સરકાર દ્વારા પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો (પીઆઈબી) દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે એટીએમમાં કેન્સલ બટન બે વખત દબાવવાથી કોઈ પણ પ્રકારની મદદ નથી મળતી. પીઆઈબી દ્વારા એવી ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી હતી કે જો તમને સોશિયલ મીડિયા પર પોસ્ટ કે મેસેજથી કેન્સલ બટન દબાવવાનો મેસેજ આવે તો તેને ઈગ્નોર કરવા જોઈએ.

આપણ વાંચો: RBIના આ એક નિર્ણયને કારણે પહેલી મેથી એટીએમનો ઉપયોગ કરવું બનશે મોંઘું…

હવે સવાલ એ પણ થાય છે કે જો કેન્સલ બટન કામ નથી કરતું તો પછી ફ્રોડસ્ટર્સ પીન કઈ રીતે ચોરી કરે છે. વાત જાણે એમ છે કે એટીએમના કાર્ડ સ્લોટ પર એક નકલી ડિવાઈસ ફ્રોડસ્ટર્સ દ્વારા લગાવવામાં આવે છે જેનાથી આખું કાર્ડ કોપી થઈ જાય છે. આ સિવાય કીપેડ પાસે એક નાનકડું કેમેરા પણ લગાવવામાં આવે છે જેથી તમારું પિન જોઈ શકાય.

જો તમે પણ તમારું પિન ચોરી થવાથી બચાવવા માંગો છો તો હંમેશા પિન ટાઈપ કરતી વખતે તમારા કીપેડને બીજા હાથની કવર કરી લો. જેને કારણે જો કોઈ હિડન કેમેરા છે તો તે તમારું પિન કોપી નહીં કરી શકે. આ ઉપાય શોલ્ડર સર્ફિંગ અને હિડન કેમેરા બંનેથી બચાવે છે.

આ સિવાય એટીએમ યુઝ કરતાં પહેલાં કાર્ડ સ્લોક અને કીપેડને ધ્યાનતી જુઓ. જો કાર્ડ સ્લોટ અલગ કે થોડું ઢીલું કે બહાર આવેલું દેખાય તો સમજી જાવ કે આ એટીએમ સેન્ટરનો ઉપયોગ કરવાનું અઘરું છે.

હવે જ્યારે પણ એટીએમમાં પૈસા ઉપાડવા જાવ તો કેન્સલ બટન દબાવવા કરતાં અહીં જણાવવામાં આવેલા બાકીના ઉપાયો પર ખાસ ધ્યાન આપો. પિનની સુરક્ષા તમારી સાવધાની અને સતર્કતા પર આધાર રાખે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button