સૂર્ય, બુધ અને શુક્ર આ રાશિના જાતકોને બનાવશે માલામાલ, જાણો ક્યારે અને કઈ રીતે?
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર રાશિ પરિવર્તન કે નક્ષત્ર પરિવર્તન કરે છે જેની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળે છે. એટલું જ નહીં પણ ગ્રહોની બદલાતી ચાલને કારણે 12 12 રાશિના જાતકોના જીવનમાં ઉથલ પાથલ મચી જાય છે. ગ્રહોના આ રાશિ પરિવર્તનથી શુભાશુભ યોગનું નિર્માણ પણ થાય છે, જેને કારણે કોઈ વાર લોકો માલામાલ થઈ જાય છે તો કોઈ વાર પાયમાલ… છ દિવસ બાદ આવો જ એક યોગ બનવા જઈ રહ્યો છે, જેની અસર અમુક રાશિના જાતકો પર જોવા મળશે. મુંબઈના એક પ્રખ્યાત જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર કુંડળીના કોઈપણ ઘર કે રાશિમાં ત્રણ ગ્રહો એક સાથે ભેગા થઈને યુતિ બનાવે છે ત્યારે ત્રિગ્રહી યોગ કહેવાય છે અને આ ત્રિગ્રહી યોગની અસર ખૂબ જ પાવરફુલ અને લાંબા સમય સુધી ચાલતી હોવાની માન્યતા છે.
16મી સપ્ટેમ્બરના ગ્રહોના રાજા સૂર્ય સિંહ રાશિમાંથી ગોચર કરીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં પહેલાંથી જ બુધ અને શુક્ર બિરાજમાન હશે, જેને કારણે કન્યા રાશિમાં ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. આ યોગને તમારા રાશિઓ પણ ઓછા વધતા પ્રમાણમાં અસર જોવા મળશે પણ અમુક રાશિના જાતકો પર વિશેષ અસર જોવા મળશે, આ રાશિના જાતકોનું સુતેલી ભાગ્ય ચમકી ઉઠશે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ…
કન્યા: કન્યા રાશિના જાતકો માટે એમની જ રાશિમાં બનેલો ત્રિગ્રહી યોગ ખૂબ જ લાભદાયી રહેશે. આ સમયે આ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે, જે તમારા દરેક કાર્યને પ્રભાવિત કરશે. નોકરીયાત લોકોમાં પ્રવાસ પર જવના યોગ બની રહ્યા છે. બિઝનેસમાં અણધાર્યો નફો થઈ રહ્યો છે. પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. જીવનસાથી તરફથી સાથ સહકાર મળી રહ્યો છે. કુંવારા લોકો માટે લગ્નના સારા સારા પ્રસ્તાવ આવી શકે છે.
મકર: કન્યા રાશિમાં બની રહેલો ત્રિગ્રહિ યોગ મકર રાશિના લોકો માટે ખૂબ જ શુભ છે. આ સમયે આ રાશિના લોકોને દરેક કામમાં સફળતા મળશે. આત્મવિશ્વાસ અને સકારાત્મકતાથી જીવનમાં આગળ વધશો. તમારા બગડેલા કે અટકી પડેલા કામ પણ પૂરા થશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે. વેપારીઓના ધંધામાં નફો વધશે. ઘરમાં ધાર્મિક અને શુભ કાર્યક્રમો થવાની શક્યતા છે.
મિથુન: મિથુન રાશિના જાતકો માટે ત્રિગ્રહી યોગ ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોની લાઈફ સ્ટાઈલમાં પરિવર્તન આવશે. ભૌતિક સુખ સુવિધામાં વૃદ્ધિ થશે. નવી કાર ખરીદશો જે પણ કામ કરશો તેમાં લાભ થશેz સફળતા મળશે. આવકમાં પણ વધારો થવાની શક્યતા છે, તમારા કામની પ્રશંસા થશે. પર્સનલ લાઈફ માટે પણ આ સમયગાળો એકદમ સકારાત્મક અને શુભ સાબિત થઈ રહ્યો છે.