સમુદ્ધ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે આ રત્ન, સોનામાં પહેરવાથી થશે ચાંદી ચાંદી

જ્યોતિષશાસ્ત્રો પ્રમાણે માણસના જીવનમાં સૌથી વધુ અસરકારક ગ્રહોની દશાને દિશા હોય છે. દરેક માણસની રાશી પ્રમાણે તમને એક સ્વામી ગ્રહ હોય છે. જે તેના ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળ પર મહત્વની અસર કરે છે. જીવનકાળ અસર કરનારા તમામ ગ્રહનું પ્રતિનિધિત્વ કરવા માટે નંગ હોય છે. એવું માનવામાં આવે છે કે, આ નંગને ધારણ કરવાથી ગ્રહોની સાનુકુળ અસર બની રહે સાથે આડઅસરથી બચી શકાય છે. તમામ ગ્રહમાં સૌથી સમુદ્ધ ગુરુ ગ્રહને માનવામાં આવે છે. પુખરાજ નંગ જેને યલો સેફાયર તરીકે ઓળખવામાં આવે છે. તે જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ મહત્વ ધરાવે છે. આ રત્ન ગુરુ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે અને તેને ધારણ કરવાથી ગુરુ ગ્રહની સકારાત્મક શક્તિમાં વધારો થાય છે.
કોને ધારણ કરવું જોઈએ પુખરાજ?
જ્યોતિષશાસ્ત્ર મુજબ, પુખરાજ રત્ન ધનુ અને મીન રાશિના જાતકો માટે સૌથી શુભ માનવામાં આવે છે, કારણ કે આ બંને રાશિઓનો સ્વામી ગુરુ ગ્રહ છે. આ ઉપરાંત, મેષ, કર્ક, સિંહ અને વૃશ્ચિક રાશિના લોકો પણ આ રત્ન ધારણ કરી શકે છે. જોકે, વૃષભ, મિથુન, તુલા, મકર અને કુંભ રાશિના જાતકોએ આ રત્ન પહેરવાનું ટાળવું જોઈએ. ખાસ પરિસ્થિતિઓમાં આ રાશિઓના લોકો જ્યોતિષીની સલાહ લઈને તેને ધારણ કરી શકે છે.

પુખરાજ ધારણ કરવાની રીત
પુખરાજ રત્નને સોનાની વીંટીમાં જડાવીને પહેરવું શુભ માનવામાં આવે છે. આ રત્ન શુક્લ પક્ષના ગુરુવારે સૂર્યોદય બાદ ધારણ કરવું જોઈએ. રત્નનું વજન (કેરેટ) નક્કી કરવા માટે જ્યોતિષીની સલાહ લેવી જરૂરી છે. આ રત્ન ધારણ કરતી વખતે શુદ્ધતા અને વિધિનું ધ્યાન રાખવું જોઈએ, જેથી તેના શુભ ફળ મળી શકે. આ નંગ પહેરવાથી મગજની યાદશક્તિ વધે છે, આર્થિક સ્થિતિ મજબૂત કરે છે, કરિયરમાં પ્રગતિ આપે છે અને દાંપત્ય જીવનમાં સુખ લાવે છે.

આ રત્નો સાથે ન પહેરવું
પુખરાજ રત્નને પન્ના, નીલમ, ગોમેદ, હીરા અને લહેસુનિયા જેવા રત્નો સાથે ધારણ ન કરવું જોઈએ, કારણ કે આ રત્નો ગુરુ ગ્રહની શક્તિ સાથે સંઘર્ષ કરી શકે છે. જો તમારી કુંડળીમાં ગુરુ ગ્રહ નબળો હોય, તો પણ આ રત્ન પહેરવાનું ટાળવું જોઈએ. જ્યોતિષીની સલાહ લીધા વિના આ રત્ન ધારણ કરવાથી નકારાત્મક અસરો થઈ શકે છે.
પુખરાજના ફાયદા
પુખરાજ રત્ન ધારણ કરવાથી યાદશક્તિમાં વધારો થાય છે, જીવનમાં સમૃદ્ધિ આવે છે અને કરિયરમાં ઉન્નતિ મળે છે. આ રત્ન આર્થિક સ્થિતિને મજબૂત કરવામાં મદદ કરે છે અને દાંપત્ય જીવનમાં સુખ-શાંતિ લાવે છે. જે લોકોને શિક્ષણ, વ્યવસાય કે લગ્નજીવનમાં સમસ્યાઓ હોય, તેમના માટે આ રત્ન શુભ ફળ આપી શકે છે, પરંતુ તેનું ધારણ કરતા પહેલાં જ્યોતિષીની સલાહ લેવી અનિવાર્ય છે.
વિશેષ નોંધઃ આ પ્રાથમિક માહિતી છે, તમે તમારા જ્યોતિષની સલાહ લો તે આવશ્યક છે.