દુનિયાના આ શહેરમાં માત્ર સફેદ કાર જ ચલાવવાની પરવાનગી છે, કારણ જાણીને ચોંકી ઉઠશો…

હેડિંગ વાંચીને જો તમે વિચારી રહ્યા હોવ કે આખરે દુનિયાનો કયો એવો દેશ છે કે જ્યાં સફેદ કલરની કાર જ ચલાવવાની પરવાનગી છે અને કોઈ બીજા કલરની કાર ચલાવવા પર પ્રતિબંધ છે તો તમારા આ સવાલનો જવાબ છે તુર્કમેનિસ્તાનની રાજધાની અશ્ગાબાત. આ દેશમાં જ વિચિત્ર લાગે એવો નિયમ અમલમાં મૂકવામાં આવ્યો છે અને એ પાછળનું કારણ એવું છે કે આ આખું શહેર સફેદ માર્બલથી કવર છે અને એને કારણે જ તેને માર્બલ સિટીના નામથી ઓળખવામાં આવે છે. આવો જોઈએ આ શહેર સફેદ રંગને લઈને આટલું જનૂની કેમ છે અને આ નિયમ બનાવવા પાછળનું કારણ શું છે-
વાત કરીએ તુર્કમેનિસ્તાનની રાજધાની અશ્ગાબાતની તો આ શહેરની આખી ઓળખ જ સફેદ માર્બલના આર્કિટેક્ચરની આસપાસમાં ફરે છે. બિલ્ડિંગથી લઈને ફૂટપાથ અને પબ્લિક સ્ટ્રક્ચર બધું સફેદ પથ્થરનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે. આ શહેર જોવામાં એકદમ શાનદાર લાગી રહ્યું છે અને દુનિયામાં સૌથી વધારે વ્હાઈટ માર્બલનો ઉપયોગ કરવા માટે આ શહેરનું નામ ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું છે.
આ પણ વાંચો: એર હોસ્ટેસ ગળામાં સ્કાર્ફ માત્ર સ્ટાઈલ માટે નહીં પણ આ કારણે પહેરે છે, 99 ટકા લોકોને નથી ખબર…
2000ની સાલમાં મોટાપાયે રિડેવલપમેન્ટના નામે 550થી વધુ માર્બલ બિલ્ડિંગ બનાવવામાં આવી હતી. હવે આખું શહેર માર્બલથી બનાવવામાં આવ્યું છે તો અહીંની દરેક વસ્તુ સૂર્ય પ્રકાશને રિફ્લેક્ટ કરે છે આ જ કારણે અહીંથી વાદળિયું હવામાન હોય એવા દિવસે પણ સનગ્લાસિસ પહેરવા પડે છે.
વાત કરીએ આખા શહેરમાં સફેદ કાર ચલાવવાના નિયમની તો આ નિયમ 2018માં લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમ તત્કાલિન પ્રેસિડેન્ટ ગુરબાંગુલી બર્દીમુખાદોવ દ્વારા લાગુ કરવામાં આવ્યો હતો કારણ કે તેમને સફેદ રંગ ખૂબ જ પસંદ હતો. આવું એટલા માટે પણ હોઈ શકે કારણ કે તેઓ ડેન્ટિસ્ટ હતા. તેમની પર્સનલ પસંદને એક કડક રાષ્ટ્રીય આદેશમાં પરિવર્તિત કરી દેવામાં આવી.
આ પણ વાંચો: પક્ષીઓ કેમ એક પગ પર ઊભા રહીને ઉંઘે છે? કારણ જાણીને ચોંકી ઉઠશો…
આ શહેરમાં જો કોઈ સફેદ સિવાય બીજા રંગની કાર ચલાવે છે તો તેની કાર જપ્ત કરવામાં આવે છે અને માલિકને ભારે ભરખમ દંડ પણ ફટકારવામાં આવે છે. તેમની કાર ત્યાં સુધી નથી સોંપવામાં આવતી જ્યાં સુધી તે કારને બીજી વખત પેઈન્ટ નથી કરાવતા કે પછી લીગલ પ્રોસેસ પૂરી નથી કરી લેતાં.
અશ્ગાબાતનો આ નિયમ માત્ર સફેદ રંગની કાર પૂરતો જ મર્યાદિત નથી, પરંતુ આ નિયમની અસર અહીંના નાગરિકોના વિવિધ પર્સનલ લાઈફ પર પણ જોવા મળે છે. જેમ કે એડવર્ટાઈઝમેન્ટ કે પછી સુશોભીકરણની વસ્તુઓ પણ શહેરની આ થીમ સાથે મેચ થવી જોઈએ.
છે ને એકદમ અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી અજબગજબની માહિતી જાણવા માટે અમારી સાથે ચોક્કસ જોડાયેલા રહો…



