ભૂતપૂર્વ ક્રિકેટરના દીકરાએ કરાવી Hormone Replacement Treatment, પોસ્ટ શેર કરીને આપી માહિતી…

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સંજય બાંગરના દીકરા આર્યનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને હવે આ વીડિયોને લઈને હવે એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ વીડિયો એચઆરટી બાબતનો છે. સરળ શબ્દોમાં જણાવવાનું થાય તો આ વીડિયોમાં બાંગરના દીકરા આર્યન બાંગરે હોર્મોન રિપ્લેસમેન્ટ ટ્રીટમેન્ટ (Hormone Replacement Treatment) કરાવીને છોકરી બની ગયો એની આખી જર્ની છે…
પિતાની જેમ છે ક્રિકેટર
આર્યન બાંગરે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે અને એમાં તેણે ધોની, વિરાટ અને પિતા સાથેના ફોટો શેર કર્યા છે અને ત્યાર બાદ એચઆરટી સર્જરી પછીના ફોટો શેર કર્યા છે.
આપણ વાંચો:
સર્જરીના 10 મહિના બાદ આર્યન હવે અનાયા બની ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આર્યન પણ પિતાની જેમ ક્રિકેટર છે અને તે લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન છે. આર્યન હાલમાં લોકલ ક્રિકેટ ક્લબ, ઈસ્લામ જિમખાના માટે ક્રિકેટ રમે છે અને તેણે સિલેસ્ટરશરમાં હિંકલે ક્રિકેટ ક્લબ માટે વધારે રન બનાવ્યા હતા.
આપણ વાંચો: ધ્યાન- મેડિટેશન ને હોર્મોન્સ… કેટલી હદે કામયાબ?
ક્રિકેટ માટે અનેક ત્યાગ કર્યા પણ…
આર્યન આ સર્જરી કરાવ્યા બાદ અનાયા બનીને ખૂબ જ ખુશ છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને લખ્યું છે કે મારું ક્રિકેટ રમવાનું સપનું પૂરું કરવા મેં ઘણો ત્યાગ કર્યો છે. પરંતુ રમત સિવાય બીજી પણ અનેક જર્ની છે અને આ જર્ની મારી જાતને શોધવાની છે. મારી આ જર્ની સરળ નહોતી, પરંતુ એમાં થયેલી જિત મારા માટે ખૂબ જ મહત્ત્વની છે.
આર્યનમાંથી અનાયા બનીને હવે આગળ શું?
અનાયા હાલમાં ઈંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં રહે છે, પણ તે ચોક્કસ કયા ક્લબનો હિસ્સો છે એ ચોક્કસ કહી શકાય એમ નથી. પરંતુ તેણે શેર કરેલી ઈન્સ્ટાગ્રામ રીલ પરથી સ્પષ્ટ થાય છે કે તેણે ત્યાં રમાયેલી મેચમાં 145 રન પણ બનાવ્યા હતા. અનાયાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે એચઆરટી અને ત્યાર પછીનો પ્રવાસ બિલકુલ સરળ નહોતો.
મારી ગેમ જ મારા માટે સર્વસ્વ હતી અને હવે આ રમત જ મને એક કડવા સત્યનો સામનો કરવાની ફરજ પાડે છે. હોર્મોન રિપ્લેસમેન્ટ થેરેપી બાદ એક ટ્રાન્સ વુમન તરીકે મારા શરીરમાં ઘણા ફેરફારો થયા છે. મેં મારા મસલ્સ, તાકત અને એથલેટિક એનર્જી ગુમાવી છે. મારી ગેમ મારાથી દૂર જઈ રહી છે.
આ ખરેખર દુઃખદ છે…
આગળ પોતાની પોસ્ટમાં અનાયાએ જણાવ્યું હતું કે સૌથી દુઃખદ વાત તો એ છે કે ક્રિકેટમાં ટ્રાન્સ વુમન માટે યોગ્ય નિયમો નથી. એવું લાગે છે હવે મને એનાથી દૂર જવું પડશે, જેનું કારણ મારી પ્રતિભા નહીં પણ નિયમ છે. ક્રિકેટના નિયમ મારી વાસ્તવિકતા સમજવા માટે સક્ષમ નથી.