સ્પેશિયલ ફિચર્સ

શું તમે પણ SBI, HDFC, ICICI અને Axis Bankનું Credit Card વાપરો છો? તો પહેલાં આ વાંચી લો…

SBI, HDFC, ICICI અને Axis Bank Credit Cardholder’s માટે મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. આજકાલ લગભગ દરેક લોકો કોઈને કોઈ બેંકનું ક્રેડિટ કાર્ડ વાપરતા હોય છે પણ હવે અમુક બેંકો દ્વારા ક્રેડિટ કાર્ડના નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. આવો જોઈએ શું છે આ ફેરફાર…

HDFC Bank દ્વારા તેમના Regalia અને Millennia Credit Cardsના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને પહેલી ડિસેમ્બર, 2023થી રેગાલિયા કાર્ડ્સ માટે લાઉન્જ એક્સેસના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે નવા બદલાયેલા નિયમ અનુસાર, લાઉન્જ એક્સેસ પ્રોગ્રામ ક્રેડિટ કાર્ડના ખર્ચ પર આધારિત હશે. જો તમે કેલેન્ડર ક્વાર્ટરમાં રૂપિયા એક લાખથી વધુનો ખર્ચ કરશો તો તમને બે લાઉન્જ એક્સેસ વાઉચર આપવામાં આવશે. આ જ રીતે HDFC મિલેનિયા કાર્ડ સાથે દર ત્રિમાસિકમાં રૂપિયા એક લાખ સુધીના ખર્ચ પર તમને લાઉન્જ ઍક્સેસ આપવામાં આવશે.

આગળ વધીએ અને વાત કરીએ SBI Credit Card વિશે તો આ બેંકના Paytm SBI ક્રેડિટ કાર્ડ પર ભાડાની ચુકવણીના ટ્રાન્ઝેક્શન પર આપવામાં આવતું કેશબેક પહેલી જાન્યુઆરી, 2024થી બંધ કરવામાં આવ્યું છે. જ્યારે પહેલી નવેમ્બર, 2023થી SimplyClick/SimplyClick એડવાન્ટેજ SBI કાર્ડ પર EasyDiner ઑનલાઇન ખરીદી માટે 10X રિવોર્ડ પોઈન્ટને બદલે હવે 5X રિવોર્ડ પોઈન્ટ્સ આપવામાં આવશે.

Axis Bank દ્વારા પણ ક્રેડિટ કાર્ડહોલ્ડર માટે કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે અને હવે એક્સિસ બેંકે મેગ્નસ ક્રેડિટ કાર્ડની વાર્ષિક ફી અને જોઇનિંગ ગિફ્ટમાં કેટલાક મહત્ત્વના ફેરફાર કર્યા છે. બેંક દ્વારા એક્સિસ બેંકે પોતાના રિઝર્વ ક્રેડિટ કાર્ડના નિયમો અને શરતોમાં પણ ફેરફાર કર્યા છે.

ICICI Bank પણ ટૂંક સમયમાં જ ક્રેડિટ કાર્ડહોલ્ડર્સ માટેના એરપોર્ટ લાઉન્જ એક્સેસ અને કાર્ડના રિવોર્ડ પોઈન્ટ્સ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. ICICI બેંકની વેબસાઇટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર પહેલી એપ્રિલ, 2024થી જો તમે અગાઉના કેલેન્ડર ક્વાર્ટરમાં રૂ. 35,000 ખર્ચીને એરપોર્ટ લાઉન્જનો લાભ મેળવી શકો છો. અગાઉના કેલેન્ડર ક્વાર્ટરમાં ખર્ચ કરવાથી આગામી કેલેન્ડર ક્વાર્ટર માટે એક્સેસ અનલૉક થઈ જશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button