શું તમે પણ Attention Skeeker છો? આ રીતે જાણી લો એક ક્લિકમાં… | મુંબઈ સમાચાર

શું તમે પણ Attention Skeeker છો? આ રીતે જાણી લો એક ક્લિકમાં…

જ્યારે પણ આપણે કોઈ સારું કામ કરીએ છીએ ત્યારે આપણી અપેક્ષા હોય છે કે લોકો એની નોંધ લેવામાં આવે, આપણા કામના વખાણ કરવામાં આવે. આ એક નોર્મલ હ્યુમન ટેન્ડન્સી છે અને એમાં કંઈ ખોટું નથી જો આ વર્તન એક મર્યાદામાં હોય તો. પરંતુ ઘણી વખત આપણને આપણી આસપાસમાં એવા લોકો હોય છે જેમને સતત અટેન્શન કે સેન્ટર ઓફ અટ્રેક્શન બનવાનું ગમતું હોય છે, ત્યાં સુધી કે આ લોકો લોકોનું ધ્યાન મેળવવા માટે કોઈ પણ હદે જાય છે કે એવું વર્તન કરી બેસે છે જેને કારણે તેમની આસપાસના લોકો તેમનાથી ત્રાહિમામ પોકારી જાય છે.

અટેન્શન સિકર વ્યક્તિ સારા કામ કરીને લોકો તેના વખાણ કરે એવી ઈચ્છા નથી રાખતા, પણ તેઓ આના માટે કોઈ પણ હદ વટાવી જાય છે. જ્યારે આ પ્રમાણ વધી જાય ત્યારે થોડા સાવધ થવાની જરૂર છે. આ એક પ્રકારની માનસિક બીમારી છે. ચાલો જોઈએ આખરે કઈ રીતે જાણી શકાય કે અટેન્શન સિકર વ્યક્તિના લક્ષણો શું છે-

ચાપલૂસી કરવી

એક અટેન્શન સિકર વ્યક્તિ જાણે છે કે સારા અને બુદ્ધિમાન અને સક્ષમ છે પરંતુ તેમના માટે આ પૂરતું નથી. તેઓ હંમેશા પોતાની આસપાસના લોકોને પોતાની યોગ્યતાનો દેખાડો તો કરે જ છે, પણ તેના માટે વખાણ પણ સાંભળવા માંગે છે. તેઓ આવું એટલા માટે કરે છે કારણ કે તેમની અંદર એક અસુરક્ષિતતા (ઈનસિક્યોરિટી)ની ભાવના હોય છે. જ્યારે કોઈ તેમના વખાણ કરે છે ત્યારે તેમનો ઈગો બૂસ્ટ થાય છે.

વિક્ટિમ કાર્ડ પ્લે કરે છે

અટેન્શન સિકર વ્યક્તિના વ્યવહારમાં હોય છે કે તેઓ કોઈ પણ સંજોગોમાં લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માંગે છે. આ માટે અનેક વખત તેઓ વિક્ટિમ કાર્ડ પ્લે કરે છે. પોતાની જાતને દુખિયારા, બિચારા દેખાડે છે જેથી તેમને લોકોની સહાનુભૂતિ મળે. પરંતુ હકીકતમાં તો તેઓ બીજાનું ધ્યાન ખેંચવા માટે આવું કરે છે.

મોટી મોટી વાતો કરવી

પોતાની સિદ્ધિઓ, પ્રતિભા અને સફળતા વિશે આ લોકો ખૂબ મોટી મોટી વાતો કરે છે. સામાન્યપણે આ લોકો હોય એના કરતાં વધારીને બોલવાનું, કહેવાનું પસંદ કરે છે. તેમનો હેતુ હોય છે કે તેઓ લોકોને સમજાવે કે કઈ રીતે તેમણે અમુક તમુક પરિસ્થિતિમાં પોતાની સૂઝબૂઝનો પરિચય આપ્યો. એટલું જ નહીં તેઓ એ જતાવવાનો પ્રયાસ પણ કરે છે કે તેમનાથી વધુ સારી રીતેથી કોઈ એ પરિસ્થિતિને હેન્ડલ ના કરી શક્યું હોત.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવું

એક અટેન્શન સિકર વ્યક્તિ સોશિયલ મીડિયાને વખોડતા જોવા મળે છે, પણ હકીકતમાં તેઓ જ સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ રહે છે. તેઓ એક ફેન્સી કેપ્શન સાથે ફોટો શેર કરતાં રહે છે જેથી લોકો તેમની પોસ્ટ જુએ, લાઈક કરે અને એના પર કમેન્ટ કરે. સોશિયલ મીડિયા પર હાઈપર એક્ટિવિટીથી તેઓ લોકોનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરે છે. તેઓ એવા લોકોનું ધ્યાન અને અટેન્શન મેળવે છે જેમાંથી અડધાને તે તેઓ ઓળખતા પણ નથી હોતા.

આપણ વાંચો : તૈયાર છે તમારું PAN 2.0, આ રીતે કરી શકશો E-PAN ડાઉનલોડ, જાણો આખી વિગત…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button