શું ખરેખર ટ્રેન્ડિંગ લાબુબુ ઢીંગલી ડરામણી છે? બાળકો નહીં, મોટા પણ થયા દિવાના!

બાળકોને રમકડાં સૌથી વધારે પસંદ હોય છે. રકમડાનું માર્કેટ એવું છે જેમાં મોટા ભાગે ઓછી મંદી આવતી હોય છે. કારણે કે, બાળકોમાં રમકડાં પ્રત્યેનો પ્રેમ ક્યારેય ઓછો નથી થવાનો! જ્યારે પણ બાળકો રમકડાંની દુકાન સામેથી પસાર થાય તે વખતે બાર્બી ઢીંગલી માટે રડતા હોય છે. અત્યારે બજારમાં એક એવી ઢીંગલી આવી છે જેના માટે ફક્ત બાળકો જ નહીં પરંતુ મોટા લોકો પણ તેના દિવાના થયા છે. આ ઢીંગલીનું નામ LABUBU DOLL છે. ચાલો જાણીએ કેમ તેની માંગ આટલી વધી રહી છે!
લાબુબુ ઢીંગલી વિશ્વભરમાં સૌથી વધુ લોકપ્રિય બની
આ બાર્બી ઢીંગલીની માંગ સતત વધી રહી છે. લાબુબુ ડોલનો ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગઈ છે. ગાયિકાઓ રીહાન્ના અને દુઆ લિપા પણ તેની સાથે જોવા મળી છે. લાબુબુ ડોલ એક કાલ્પનિક પાત્ર છે. જેને સૌથી પહેલા હોંગકોંગના એક આર્ટિસ્ટ કાસિંગ લંગે 2015માં બનાવ્યું હતું. કાસિંગ લંગને પરીકથાઓ વધારે પસંદ હતી. તેમાંથી પ્રરણા લઈને કાસિંગે આ ઢીંગલી બનાવી હતી. પરંતુ તેને એ નહોતી ખબર કે આ ઢીંગલી 2025માં આટલી ટ્રેડમાં આવી જશે.

પોપ માર્ટે 2019માં આ ઢીંગલીનું વેચાણ શરૂ કર્યું હતું
આ ઢીંગલીનો દેખાવ ખૂબ જ ડરામણો હોવા છતાં પણ તેને લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. આ ઢીંગલીને મોટી આંખો અને મોટા દાંત છે. એવું લાગે છે કે તે એક તોફાની ઢીંગલી છે. ડરામણો દેખાવ હોવા છતાં પણ તેને સુંદર અને સ્ટાઇલિશ માનવામાં આવી રહી છે. આ ઢીંગલી ચીનથી પ્રસિદ્ધ થઈ હતી. ચીની કંપની પોપ માર્ટે તેને લોકપ્રિય બનાવી છે. પોપ માર્ટ કંપનીએ આ ઢીંગલીને 2019માં વેચવાનું શરૂ કર્યું હતું. હવે ઘણા લોકોએ તેમની ઇચ્છિત લાબુબુ ઢીંગલી મેળવવા માટે ઘણી બધી ઢીંગલીઓ ખરીદી લીધી છે. લોકો તેને ‘લકી ડ્રો’ માનીને ખરીદી રહ્યાં છે.

લાબુબુ ઢીંગલીનું અચાનક વેચાણ વધ્યું તેનું કારણે તેની ડિઝાઇન અને તેની અનોખી શૈલી છે. એટલું જ નહીં પરંતુ કંપની દ્વારા તેને વેચવાની જે રીત છે, તેણે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. વિશ્વભરના પ્રખ્યાત અભિનેતાઓ અને ઈન્ફ્લુએન્સર ખરીદી રહ્યાં છે તેના કારણે પણ લોકોમાં તેનો ક્રેઝ પણ વધી રહ્યો છે.
2025માં લગભગ 400 મિલિયન ડોલરની આવક થઈ
લાબુબુ ઢીંગલીથી પોપ માર્ટને 2025માં લગભગ 400 મિલિયન ડોલરની આવક થઈ છે. એટલું જ નહીં પરંતુ હમાણાં જ બેઇજિંગમાં 131 સેમી લાંબી લાબુબુ ઢીંગલીની 1.08 મિલિયન યુઆન એટલે કે 1.2 કરોડ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી. લાબુબુ ઢીંગલીના કારણે કંપનીના નફોમાં ઓછામાં ઓછો 350% નો વધવા થવાની સંભાવના છે. આ ઢીંગલીએ પોપ માર્ટના સ્થાપક વાંગ નિંગને 22.7 બિલિયન ડોલરની નેટવર્થ સાથે ચીનના સૌથી યુવા અબજોપતિઓમાંના એક બનાવ્યા છે.

કે-પોપ સુપરસ્ટાર લિસાએ આ ઢીંલગીને વધારે લોકપ્રિય બનાવી
આ ઢીંગલી વધારે લોકપ્રિય બની તેનું એક કારણે એ છે કે, 2024માં કે-પોપ સુપરસ્ટાર લિસાએ ઇન્સ્ટાગ્રામ પર ઘણી બધી લાબૂબૂ ઢીંગલીઓ સાથેની તસવીરો પોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું ત્યારબાદ રીહાન્નાથી લઈને દુઆ લિપા સુધીના ગાયકોએ પણ આ ઢીંગલીઓ સાથેની તસવીરો પોસ્ટ કરવાનું શરૂ કર્યું. તેના પછી હવે ટ્રેન્ડ સતત વધતો ગયો, જે વિશ્વવિખ્યાત બની ગયો છે. એટલું જ નહીં પરંતુ ભારતમાં પણ ઉર્વશી રૌતેલા, અનન્યા પાંડે, નેહા કક્કર અને દિશા પટણી પણ આ ડોલ સાથે જોવા મળી હતી. અભિનેતાઓના બાળકો પણ આ ટ્રેન્ડને ફોલો કરી રહ્યાં છે.
સોશિયલ મીડિયામાં આ ઢીંગલીને રાક્ષસી હોવાનો દાવો
સોશિયલ મીડિયામાં કેટલાક લોકો આ ઢીંગલીને રાક્ષસી હોવાનો દાવો કરી રહ્યા છે. જ્યારે કેટલાક ઇન્સ્ટાગ્રામ યુઝર્સ આ લાબુબુ ઢીંગલીઓને પ્રાચીન રાક્ષસ પાઝુઝુ સાથે પણ જોડી રહ્યા છે. અનેક લોકો માતા-પિતાને વિનંતી કરી રહ્યાં છે તેમના બાળકોને આ ઢીંગલીથી દુર રાખે! જ્યારે કેટલાક લોકો આ દાવાનો ખોટા અને અફવા માની રહ્યાં છે.