Apple ના CEO ટિમ કુકનો મોટો નિર્ણય, જાણો એપલ યુઝર્સ પર શું થશે અસર ?

નવી દિલ્હી : Appleના CEO ટિમ કુકે iPhone ખરીદનારાઓને સારા સમાચાર આપ્યા છે. એપલે તાજેતરમાં ભારતમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. કંપનીએ છેલ્લા ક્વાર્ટરમાં ભારતમાંથી 6 અબજ iPhonesની નિકાસ કરી છે. કંપની ભારતમાંથી 10 બિલિયન iPhonesની નિકાસ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. કંપનીએ જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે ભારતમાં 94.9 બિલિયનની ડોલરની આવક મેળવી છે. જે ગત વર્ષ કરતાં 6 ટકા વધુ છે.
આ પણ વાંચો: ભારતમાં ખુલશે Apple ના ફ્લેગશિપ સ્ટોર, મેઇડ ઇન ઈન્ડિયા હશે iPhone 16 Pro…
આઇફોન ખરીદદારો માટે ખુશીના સમાચાર
Appleએ ગયા વર્ષે ભારતમાં BKC મુંબઈ અને સાકેત દિલ્હી ખાતે બે રિટેલ સ્ટોર ખોલ્યા હતા. હવે કંપની ભારતમાં વધુ ચાર નવા Apple સ્ટોર ખોલવા જઈ રહી છે. આ જાણકારી કંપનીના સીઈઓ ટિમ કુકે આપી છે. ભારતમાં રેકોર્ડ આવક મેળવ્યા બાદ ટિમ કુકે કહ્યું છે કે અમે ભારતમાં 4 નવા સ્ટોર ખોલવાની રાહ જોઈ રહ્યા છીએ. ભારતમાં, અમે શિક્ષણ ક્ષેત્રે કામ કરવા માંગીએ છીએ અને ટેક્નોલોજીની મદદથી અમારા માટે તે કરવું ખૂબ જ સરળ બનશે. અમે ઇચ્છીએ છીએ કે શિક્ષકો વિદ્યાર્થીઓને આ સમજાવે અને તેઓ પોતે આ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ઉત્પાદન પર ભાર
કંપની ભારતમાં મેન્યુફેક્ચરિંગ વધારવા પર ભાર આપી રહી છે. કંપનીએ ભારતમાં તેના ઉત્પાદન એકમોની સંખ્યામાં વધારો કર્યો છે. ફોક્સકોન ઘણા વર્ષોથી ભારતમાં Appleના iPhones એસેમ્બલ કરી રહી છે. જ્યારે પેગાટ્રોન કોર્પોરેશન અને ટાટા ઇલેક્ટ્રોનિક્સે પણ એપલના આઇફોનની એસેમ્બલી શરૂ કરી દીધી છે.
ફોક્સકોન ભારતમાં iPhoneની સૌથી મોટી સપ્લાયર
સરકારની મેક ઇન ઇન્ડિયા નીતિ અને સ્થાનિક સબસિડી, કુશળ કર્મચારીઓ સહિત દેશની ટેક્નોલોજી ક્ષમતાઓને કારણે Apple ભારત પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ભારતમાં આઈફોનનું ઉત્પાદન ચેન્નઈની બહારના વિસ્તારમાં થઈ રહ્યું છે. હાલમાં ફોક્સકોન ભારતમાં iPhoneની સૌથી મોટી સપ્લાયર છે. તે જ સમયે, ટાટા ગ્રૂપના ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન એકમે એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં કર્ણાટકમાં 1.7 બિલિયનના ડોલર આઇફોનની નિકાસ કરી છે.