સ્પેશિયલ ફિચર્સ

ગમે એવો કમરનો દુખાવો પેઈનકિલર વિના જ મટી જશે, બસ આ ઉપાય કરો

આજકાલ લોકોને કમરના દુખાવાની સમસ્યા આમ વાત થઇ ગઇ છે. કમરના દુખાવાને કારણે કોઇ કામમાં ચિત્ત ચોંટતું નથી અને સરખી રીતે બેસી પણ શકાતું નથી. જો તમને પણ આવી જ સમસ્યા હોય, તો ગભરાશો નહીં. અમે તમને કમરનો દુખાવો દૂર કરવાના ઉપાયો જણાવીશું, જે તમે કરશો તો તમારો કમરનો દુખાવો ગાયબ થઇ જશે.

તમે નારિયેલ તેલમાં ત્રણથી ચાર લસણની કળીઓ નાખીને તેને ગેસ પર ગરમ કરો. તેલ ઠંડુ થાય ત્યારે એક શીશીમાં તેને બંધ કરી લો. સવારે અને સાંજે આ તેલથી પીઠમાં મસાજ કરો. આ ઉપરાંત તમે બીજો ઉપાય પણ કરી શકો છો. તમને કિચનમાંથી જ અજમો મળી જશે. આ અજમો લઇને તવા પર થોડી ધીમી આંચ પર ગરમ કરી લો. ઠંડો થાય પછી તેને ચાવતા ચાવતા ગરમ પાણી સાથે ગળી જાવ. તેના નિયમિત સેવનથી પણ કમરદર્દમાં લાભ થાય છે.

આ ઉપરાંત તમારે આખો વખત એક પોઝીશનમાં બેસીને કામ ના કરવું જોઇએ. તમારી સિટિંગ જોબ હોય તો પણ દર 45 મિનિટે ઉભા થઇને ચાલવાની આદત રાખો. વધુ પડતા સોફ્ટ ગાદલા પર ન સુવો. સુવા અને બેસવામાં આરામદાયક લાગે તેવા ગાદલા સ્વાસ્થ્ય માટે ખુબ હાનિકારક હોય છે. તેની પર સુવાથી સ્પાઇનલ કોડ શેપલેસ થઇ જાય છે.

ભારે વજન ઉઠાવવા નીચે નમો ત્યારે ઘુંટણ સીધા રાખો. યોગ અને કસરત કરો. ન કરી શકો તો 30થી 45 મિનિટ ચાલવાનું રાખો. કમરના દુખાવા માટે વ્યાયામ કરો. સ્વીમિંગ કરો અને સાઇકલ ચલાવો. સ્વીમિંગ વજન ઘટાડે છે અને સાથે સાથે કમર માટે પણ લાભદાયક છે.

મીઠું ભેળવેલા ગરમ પાણીમાં એક ટોવેલ નાખીને તેને નીચોવી લો. ઉંધા સુઇને પીઠના ભાગે આ ગરમ ટોવેલ લગાવો. તેનાથી કમરનો દુખાવો ઓછો થશે અને તમને રાહત થશે. તમે હોટ વોટર બેગથી શેક પણ કરી શકો છો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button