Anushka Sharmaએ સિમ્પલ વ્હાઈટ શર્ટ, ડેનિમ પેન્ટ સાથે પહેરી એવી વસ્તુ કે…

આઈપીએલ-2025નું ટાઈટલ આખરે 18 વર્ષે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (આરસીબી)એ પોતાના નામે કરી લીધું છે. છેલ્લાં બે દિવસથી સોશિયલ મીડિયા કે જ્યાં જુઓ ત્યાં બસ આરસીબી, વિરાટ કોહલી અને આઈપીએલ ટ્રોફીની જ વાતો થઈ રહી છે. સોશિયલ મીડિયા પર પણ વિરાટ કોહલી અને પત્ની અનુષ્કા શર્મા વચ્ચેની ઈમોશનલ મોમેન્ટના ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે.
આ સમયે અનુષ્કા શર્માના લૂકને ધ્યાનથી જોયો હશે તો તેણે સિમ્પલ વ્હાઈટ શર્ટ અને ડેનિમવાળો લૂક કેરી કર્યો હતો. જોવામાં તો આ લૂક ખૂબ જ સિમ્પલ હતો, પણ એને સસ્તો માનવાની ભૂલ તો બિલકુલ ના કરશો. ચાલો તમને આ લૂકની કિંમત વિશે જણાવીએ-
આપણ વાંચો: 18 વર્ષમાં પ્રથમ વખત આરસીબી જીત્યું આઈપીએલ ટ્રોફી, વિરાટ કોહલીએ અનુષ્કા શર્માને લઈ કહી આ વાત
વાઈરલ થઈ રહેલાં ફોટોમાં અનુષ્કા શર્મા એકદમ સિમ્પલ લાગતા વ્હાઈટ શર્ટ અને ડેનિમ પેન્ટમાં જોવા મળી રહી છે. પરંતુ આ સિમ્પલ લૂક સાથે અનુષ્કાએ એક એવી એસેસરી કેરી કરી હતી જેની કિંમત સાંભળીને તમારા હોંશ ઉડી જશે. શું છે આ લક્ઝરી એસેસરીઝ તો એ હતી અનુષ્કા શર્માની લક્ઝુરિયલ વોચ.
અનુષ્કા શર્મા અમદાવાદ ખાતે રમાઈ રહેલી ફાઈનલ મેચ જોવા પહોંચી હતી અને એ સમયે તેણે એકદમ સિમ્પલ પણ ક્લાસી લૂક કેરી કરવાનું પસંદ કર્યું હતું જે ખૂબ જ કૂલ લાગી રહ્યો હતો.
આપણ વાંચો: વિરાટે `મધર્સ ડે’ નિમિત્તે અનુષ્કા શર્માને પણ આપી શુભેચ્છા…
અનુષ્કાએ પોતાના મિનિમલ લૂકને અટ્રેક્ટિવ એક્સેસરીઝ સાથે કમ્પલિટ કર્યો હતો. પરંતુ સૌથી વધુ ધ્યાન કોઈએ ખેંચ્યું હોય તે તે હતી અનુષ્કાએ પહેરેલી ઘડિયાળ.
અનુષ્કાએ આ સમયે રોલેક્સ ડે ડેટ 40 વોચ પહેરી હતી. રોલેક્સ ડે ડેટ 40 વોચ પહેરી હતી અને ઓફિશિયલ સાઈટ પર આ ઘડિયાળની કિંમત 47,96,000 રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. આ 18 કેરેટ સોનાની વોચ છે જેમાં ઓનિક્સ, ડાયમંડ સેટ ડાયલ, ફ્લુટેડ બેજલ અને પ્રેસિડેન્ટ બ્રેસલેટ છે.
અનુષ્કા શર્માના ઓવરઓલ લૂકની વાત કરીએ તો ઘડિયાળની સાથે તેણે સ્ટેક્ડ બ્રેસલેટસ, રિંગ્સ અને નાજુક ઈયરરિંગ્સ સાથે કમ્પલિટ કર્યો હતો. અનુષ્કાનો આ લૂક સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. ફેન્સને પોતાની ફેવરેટ એક્ટ્રેસનો આ સિમ્પલ એન્ડ સોબર લૂક પસંદ આવી રહ્યો છે. તમે પણ અનુષ્કાનો આ વાઈરલ લૂક ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…