નોરાના ગીત પર અંજલિ અરોરાએ કર્યો શાનદાર ડાન્સઃ ચાહકોને બનાવ્યા દિવાના…
કચ્ચા બાદામ રીલથી જાણીતી બનેલી સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર અંજલિ અરોરા સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેનો ડાન્સ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, જે મિનિટોમાં વાયરલ થયો છે. હાલમાં જ તેણે વધુ એક ડાન્સ વીડિયો શેર કર્યો છે, જેમાં અંજલિ ક્યારેક શોર્ટ સ્કર્ટ પહેરીને તો ક્યારેક કટ ડ્રેસ પહેરીને ડાન્સ કરતી જોવા મળી હતી, જ્યારે ચાહકો તેના લૂક અને એક્સપ્રેશનના વખાણ કરી રહ્યા છે.
આ પણ વાંચો : લગ્નના છ જ દિવસમાં નવી નવેલી દુલ્હન બનેલી એક્ટ્રેસે બદલ્યો રંગ…
અંજલિ અરોરાએ નોરા ફતેહીના ગીત ‘આયે હાયે’ પર ડાન્સ કર્યો છે, જે નેહા કક્કર અને કરણ અંજલિએ ગાયું છે. અંજલિના ડાન્સ વીડિયોને ૨૦ કલાકમાં ૧ લાખ ૩૦ હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે અને યૂઝર્સ તરફથી ઘણી કોમેન્ટ્સ પણ આવી રહી છે.
એક યુઝરે લખ્યું હતું કે ‘ડાન્સમાં દિવસેને દિવસે સુધારો થઈ રહ્યો છે.’ એક યુઝરની કમેન્ટ છે, ‘મારા દિલની રાણી.’ અન્ય યૂઝરે લખ્યું હતું કે મારકણી અદાઓ.
અંજલિ અરોરા પહેલીવાર ‘કચ્ચા બાદામ’ પર ડાન્સ રીલ બનાવીને ચર્ચામાં આવી હતી. તે રાતોરાત ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ. આ પછી કંગના રનૌતના રિયાલિટી શો ‘લોકઅપ’એ તેને વધુ જાણીતી બની હતી. જોકે, આ પછી અંજલિને કોઈ ખાસ કામ ન મળ્યું અને તેણે રીલ બનાવવાનું ચાલુ રાખ્યું છે. પરંતુ હવે અંજલિ અરોરા છેલ્લા કેટલાક સમયથી મ્યુઝિક વીડિયોમાં કામ કરી રહી છે.
આ પણ વાંચો : Bhumi petandarkarઃ સોશિયલ મીડિયા પર અભિનેત્રી થઈ રહી છે ટ્રોલ…
અત્યાર સુધીમાં તેણે ‘તેરી બરગી’, ‘પૌને ૧૨’ અને ‘આશિક પુરાના ‘ જેવા મ્યુઝિક વીડિયો કર્યા છે. અંજલિએ હાલમાં જ ગિપ્પી ગ્રેવાલ સાથે એક ગીત શૂટ કર્યું છે. અંજલિ અરોરાની કમાણી વિશે વાત કરીએ તો તે દર મહિને ૪-૫ લાખ રૂપિયા કમાય છે. અહેવાલો અનુસાર તેની કુલ સંપત્તિ લગભગ ત્રણ કરોડ રૂપિયા છે, જ્યારે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટથી ૫૦,000થી લાખ રૂપિયાની કમાણી કરે છે.