કરોડો એન્ડ્રોઇડ યુઝર્સ પર તોળાઈ રહ્યું સંકટ: સરકારી એજન્સી CERT-In એ આપી ચેતવણી, તાત્કાલિક કરો આ કામ…

એક સમય હતો કે જ્યારે એક માણસની ત્રણ જ મૂળભૂત જરૂરિયાત હતી જેમાં રોટી, કપડાં અને મકાનનો સમાવેશ થતો હતો. પરંતુ બદલાતા સમયની સાથે તેમાં હવે મોબાઈલ ફોન અને ચાર્જર બંને પણ જોડાઈ ચૂક્યા છે. આજે મોબાઈલ ફોન ના હોય એવી વ્યક્તિ મળવી જ મુશ્કેલ છે અને જો તમે પણ એન્ડ્રોઈડ સ્માર્ટ ફોન યુઝ કરતાં હોવ તો આ સમાચાર તમારા માટે જ છે. સરકાર દ્વારા કરોડો એન્ડ્રોઈસ મોબાઈલ ફોન્સ પર જોખમ તોળાઈ રહ્યું હોવાની ચેતવણી ઉચ્ચારી છે, ચાલો જોઈએ શું છે આ જોખમ અને સરકારે શું કહ્યું ચે એ જાણી લઈએ…
સરકારી એજન્સી CERT-In દ્વારા એન્ડ્રોઈડ યુઝર્સ માટે ચેતવણી ઉચ્ચારવામાં આવી છે અને આ ચેતવણી અનુસાર એન્ડ્રોઈડ ફોન્સમાં એક ખૂબ જ મોટી ખામી જોવા મળી છે. આ વલ્નેરેબિલિટીનો ઉપયોગ કરીને હેકર્સ એન્ડ્રોઈડ ફોનને નિશાનો બનાવી રહ્યા છે. આ સમસ્યા કોઈ એક ચોક્કસ બ્રાન્ડ કે મોડલના ફોનમાં નથી જોવા મળી રહી, પણ કરોડો ફોનમાં જોવા મળી રહી છે.

એજન્સી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આની સૌથી વધારે અસર એન્ડ્રોઈડ 13,14,15 અને 16ના યુઝર્સ પર જોવા મળશે. આ ખામીની મદદથી હેકર્સ તમારા ફોનને હાઈજેક કરી શકે છે. એટલું જ નહીં પણ આને કારણે હેકર્સ તમારી પર્સનલ ઈન્ફોર્મેશન પણ ચોરી શકે છે. આ સમસ્યા એન્ડ્રોઈ સોફ્ટવેર સાથે કનેક્ટેડ એક ચિપ સંબંધિત છે.
રિપોર્ટની વાત પર વિશ્વાસ કરીએ તકો આ સમસ્યા કોઈ એક બ્રાન્ડ કે એક ચિપમેકર કંપની પૂરતી મર્યાદિત નથી અને એને કારણે તમામ એન્ડ્રોઈડ યુઝર્સની સેફ્ટી અને સિક્યોરિટી સામે સવાલ ઉપસ્થિત થયો છે. આની અસર ભારતીય યુઝર્સની સાથે સાથે ગ્લોબલ યુઝર્સ પર પણ જોવા મળશે. હેકર્સ આ ખામીનો લાભ ઉઠાવીને તમારી પર્સનલ ડિટેઈલ્સ, બેંકિંગ સંબંધિત માહિતી પણ જાણી શકશે.
વાત કરીએ કે આવી પરિસ્થિતિમાં યુઝર્સે શું કરવું જોઈએ એની તો એજન્સી દ્વારા યુઝર્સને તરત જ પોતાનો એન્ડ્રોઈડ ફોન અપગ્રેડ કરવાની સલાહ આપી છે. આ સિવાય કોઈ અનઓથોરાઈઝ્ડ સોર્સ પર એપ કે ફાઈલ ડાઉનલોડ કરવાનું પણ ટાળો. ડાઉનલોડ કરેલી એપની પરમિશનને પણ રિવ્યૂ કરો અને આ સાથે સાથે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન પણ ઓન રાખો.
છે ને એકદમ કામની અને મહત્ત્વની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે પણ ચોક્કસ શેર કરો, જેથી તેઓ કોઈ મુસીબતમાં ના ફસાય. આવી જ બીજી ઈન્ટ્રેસ્ટિંગ અને કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…
આ પણ વાંચો…‘સંચાર સાથી’ એપ ડિલીટ કરી શકાશે કે નહીં? વિવાદ બાદ કેન્દ્રીય પ્રધાને કરી સ્પષ્ટતા



