અનંત રાધિકાના લગ્ન અને ચર્ચામાં આવી બનારસની આ ચાટ શોપ, જાણો કારણ….
મુકેશ અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્નની તારીખ ખૂબ જ નજીક છે. આ દિવસોમાં તેમના લગ્ન સમાચારોમાં ખૂબ ચર્ચામાં છે. એન્ટિલિયામાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ લગ્નની પ્રથમ વિધિ 3જી જુલાઈના રોજ થઈ હતી, જેને મામેરુ વિધિ કહેવામાં આવે છે. બંને 12 જુલાઈના રોજ લગ્ન કરશે. આ લગ્નમાં અનેક પ્રકારની વાનગીઓ પીરસવામાં આવશે. આ લગ્ન સમારોહમાં બનારસી ચાટ ચર્ચામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નીતા અંબાણીએ બનારસના પ્રખ્યાત ચાટ સ્ટોર કાશી ચાટને લગ્ન સમારોહ માટે ચાટ બનાવવાનો ઓર્ડર આપ્યો છે.
12 જુલાઈએ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલા Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં અનંત રાધિકાનો લગ્ન સમારોહ છે. વારાણસીના પ્રખ્યાત કાશી ચાટ ભંડારના માલિકો આ કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યાં તેઓ લોકોને તેમની પ્રખ્યાત વાનગીઓ પીરસશે. લગ્ન સમારોહમાં કાશી ચાટ ભંડારના ટિક્કી, ટામેટા ચાટ, પલક ચાટ, ચણા કચોરી અને કુલ્ફી પીરસવામાં આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો : Anant Haldi ceremony: વરરાજા સાથે કાકાને પણ પીઠી ચોડી, ઓછા દેખાતા અનીલ-ટીનાનો વીડિયો વાયરલ
નીતા અંબાણીએ બનારસની મુલાકાત દરમિયાન પ્રસિદ્ધ ચાટની દુકાનમાં અનેક પ્રકારની ચાટ ખાધી હતી. જે પછી તેણે લગ્નમાં ચાટ સ્ટોલ લગાવવાનું આમંત્રણ આપ્યું હતું. આ દુકાન 60 વર્ષ જૂની છે, જે કાશી ચાટ ભંડાર તરીકે ઓળખાય છે. દરરોજ દેશ-વિદેશથી લોકો અહીં ચાટની વિવિધતા માણવા આવે છે. કાશી ચાટ ભંડારમાં 12 પ્રકારની સ્વાદિષ્ટ ચાટની મજા માણી શકાય છે.
સામાન્ય માણસ જ નહીં પરંતુ દેશના રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન મહેન્દ્ર નાથ પાંડે, પૂર્વ પ્રધાન નીલકંઠ તિવારી તેમજ રાજ્ય અને કેન્દ્રના ઘણા રાજનેતાઓ પણ કાશી ચાટનો સ્વાદ માણવા પહોંચ્યા છે. હિન્દી અને ભોજપુરી ફિલ્મોના ઘણા કલાકારો પણ અહીં આવ્યા છે. સાઉથની ઘણી હસ્તીઓ પણ અહીં ચાટના વખાણ કરતી જોવા મળી છે. પાલક ચાટ, મૂંગ ચાટ, પાલક પત્તા ચાટ, ચૂરા માતર, બાસ્કેટ ચાટ, પાપડી ચાટ, સમોસા ચાટ જેવી અનેક ચાટ ડીશ તમને અહીં ખાવા મળશે. જોકે, એ માટે તમારે લાંબી લાઇન પણ લગાવવી પડશે, કારણ કે અહીં ચાટ ખાવા માટે લોકોની લાંબી લાઇન લાગે છે. સામાન્ય દિવસોમાં હજારથી વધુ ગ્રાહકો અહીં આવે છે.