મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

સંગીત સેરેમનીમાં ઝળકી અંબાણી પરિવારની લેડિઝ, આકાશ-અનંતે પણ કર્યો જોરદાર ડાન્સ,

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટનો લગ્નનો સમારોહની શરૂઆત થઇ ગઇ છે. નીતા મુકેશ અંબાણી કલ્ચર સેન્ટર ખાતે પાંચ જુલાઇના રોજ સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના વીડિયો અને ફોટા હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

અનંતના સંગીત સેરેમનીમાં પહેલું પરફોર્મન્સ અંબાણી પરિવારે આપ્યું હતું. આખા પરિવારે શાનદાર પરફોર્મન્સ આપીને સૌના દિલ જીતી લીધા હતા. સંગીત સેરેમનીના આમ તો ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, પણ શાહરૂખ ખાનની ફિલ્મ ઓમ શાંતિ ઓમના ટાઈટલ સોંગ ઓલ કૂલ ગર્લ્સ… પર અંબાણી પરિવારે અદભૂત ડાન્સ કર્યો હતો.

જ્યારે અંબાણી પરિવારની મહિલાઓ ડાન્સ પરફોર્મન્સમાં પ્રભુત્વ ધરાવે છે, તો આકાશ અને અનંત અને આપણા મુકેશભાઇ પણ કંઇ કમ નથી. તેમણે પણ દિલ ખોલીને જોરશોરથી ડાન્સ કર્યો હતો. અંબાણી પરિવારનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આકાશ અંબાણી અને આનંદ પીરામલ પહેલા સ્ટેજ પર જોવા મળે છે, ત્યારબાદ ઈશા અંબાણી બોલિવૂડ સ્ટાઈલમાં એન્ટ્રી કરે છે. શ્લોકા સ્ટેજ પર ડાન્સ કરે છે પછી, નીતા અંબાણીની એન્ટ્રી થાય છે અને તેઓ ભરતનાટ્યમના કેટલાક સ્ટેપ્સ કરે છે. નીતા પછી મુકેશ અંબાણી ખુલ્લા હાથે પ્રવેશ કરે છે અને ઉપસ્થિતો તાળીઓના ગડગડાટથી અંબાણી પરિવારને વધાવી લે છે.

પરિવારની લેડિઝની વાત કરીએ તો નીતા અંબાણીએ તેમના ભરતનાટ્યમની ઝલક દેખાડી હતી. અંબાણી પરિવારના સભ્યોએ એક પછી એક ફિલ્મી સ્ટાઇલમાં સ્ટેજ પર ભવ્ય એન્ટ્રી લીધી હતી. નીતા અંબાણી પીંક લહેંગાચોળીમાં તો મુકેશ અંબાણી બ્લ્યુ કુર્તા-પાયજામા અને મેચિંગ જેકેટમાં સ્ટનિંગ લાગી રહ્યા હતા.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના ફંક્શન શરૂ થઇ ગયા છે. ગઇ કાલે સાંજે અનંત-રાધિકાનો સંગીત સમારોહ હતો. જ્યાં ઘણા બોલિવૂડ સેલેબ્સે રંગ જમાવ્યો અને કેનેડિયન સિંગર જસ્ટિન બીબરે પણ પરફોર્મ કર્યું હતું, પણ લાઇમલાઇટ તો અંબાણી પરિવારના પરફોર્મન્સે જ ચોરી લીધી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button