Shloka Mehtaએ પૂજામાં પહેરી આટલી સસ્તી સાડી અને… | મુંબઈ સમાચાર
આમચી મુંબઈસ્પેશિયલ ફિચર્સ

Shloka Mehtaએ પૂજામાં પહેરી આટલી સસ્તી સાડી અને…

એશિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Businessman Mukesh Ambani) અને નીતા અંબાણી (Nita Ambani)ના લાડકવાયા દીકરા અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્ન (Anant Ambani-Radhika Merchant Wedding) પહેલાં અંબાણી હાઉસમાં એક ખાસ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ઈવેન્ટમાં બોલીવૂડ સ્ટાર્સ અને સેલેબ્સનો જમાવડો જોવા મળ્યો હતો.

બોલીવૂડની સુંદર હસીનાઓને ટક્કર આપતી અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા મહેતા (Shloka Mehta)નો લૂક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. એક પરફેક્ટ વહુની જેમ તૈયાર થયેલી શ્લોકાએ દર વખતની જેમ જ નણંદ ઈશા અંબાણી (Isha Ambani), દેરાણી રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) અને સાસુ નીતા અંબાણી (Nita Ambani)ને કાંટે કી ટક્કર આપી હતી.

શ્લોકાએ આ ઈવેન્ટ માટે ગ્રીન કલરની ટિશ્યૂ સિલ્હ ફેબ્રિકની સાડી પહેરી હતી, જેના સુંદર વર્ક, પીટા વર્ક કરવામાં આવ્યું હતું અને આ સાડીને વધારે સુંદર અને ટ્રેડિશનલ બનાવી હતી તેની સાથે કેરી કરવામાં આવેલી ચૂનરીએ. મસાબા ગુપ્તાના કલેક્શનવાળી આ સાડીની કિંમત 60,000 રૂપિયા છે. આ સાડી સાથે શ્લોકાએ નાનીની જ્વેલરી પહેરીને કમ્પલિટ કર્યો હતો.
કહેવાની જરૂર ખરી કે દર વખતની જેમ જ આ વખતે પણ શ્લોકા મહેતાને તેની બહેન દિયા મહેતા જાટિયાએ સ્ટાઈલ (Shloka Mehta Styled By Her Sister Diya Mehta Jatia) કરી હતી. સુંદર સાનોનો માંગટીકા, મેચિંગ ઈયરરિંગ્સ, નેકપીસ આ સાડી સાથે એકદમ મેચ થઈ રહ્યા હતા અને શ્લોકાના આ જ્વેલરીનું કનેક્શન તેની નાની સાથે છે. શ્લોકા મહેતાએ પોતાના આ ટ્રેડિશનલ લૂકથી બોલીવૂડની ટોચની હસીનાઓને ટક્કર આપીને લાઈમલાઈટ ચોરી લીધી હતી.

સંબંધિત લેખો

Back to top button