Anant-Radhika Pre wedding ceremony: Nita Ambaniએ સતરંગી લહેંગામાં છલકાવી સુંદરતા
જામનગરઃ સૌરાષ્ટ્રના જામનગર Jamnagar શહેરના મોટી ખાવડી વિસ્તારમાં લગ્નનો ધમધમાટ ચાલી રહ્યો છે. ઉદ્યોગપતિ Mukesh Ambani and Nita Ambaniના નાના દીકરા અનંત અંબાણી Anant Ambaniના લગ્ન લેવાયા છે ત્યારે શુક્રવારથી પ્રિ-વેડિંગ સેરેમની Pre wedding ceremony શરૂ થઈ ગઈ છે. ગુજરાતીઓની પરંપરા પાળતો અંબાણી પરિવાર દરેક નાના-મોટા રીતરિવાજને ધૂમધામથી ઉજવી રહ્યો છે.
શુક્રવારે પરિવારે લગ્ન લખવાની પરંપરા નિભાવી. આ એક પારંપરિક ગુજરાતી સેરેમની છે જેમાં કંકોત્રી લખવાની શરૂઆત થઇ જાય છે. જેમાં સૌથી પહેલી કંકોત્રી કુળદેવી-દેવતાને આપી લગ્નમાં આવવાનું આમંત્રણ આપવામાં આવે છે. હવે આ ઘરમાં કોઈપણ ફંકશન હોય ત્યારે સૌની નજર આ પરિવારની વહુરાણીઓના સાજશિંગાર પર હોય તે સ્વાભાવિક છે.
.
તો અંબાણી પરિવારની મોટી વહુ એટલે કે નીતા અંબાણીએ Nita Ambani સૌને ટક્કર આપે તેવો સુંદર સતરંગી લહેંગો પહેર્યો હતો, જેમાં આરી, જરદોશી અને થ્રેડવર્ક કરવામાં આવ્યું છે. આ લહેંગાની સાથે મેચિંગ દુપટ્ટાને અનામિકાએ બારીકાઇથી ક્રાફ્ટ કર્યો છે. આ ઘરારા ઓઢણીને સ્વદેશ આર્ટિસને ક્રાફ્ટ કર્યો છે. નીતા અંબાણીએ આ લહેંગા સાથે નેકલેસ સેટ પહેર્યો હતો જેને ડિઝાઇનર સુનિતા શેખાવતે તૈયાર કર્યો છે.
નીતા અંબાણીની મોટી વહુ શ્લોકા મહેતા Shloka Maheta એ પ્રિ-વેડિંગ સેરેમની માટે અનામિકા ખન્નાએ ડિઝાઇન કરેલો ગોલ્ડન હ્યૂ લહેંગા પહેર્યો હતો. જેમાં બારીક એમ્બ્રોયડરી કરવામાં આવી છે. શ્લોકાએ આ લહેંગા સાથે મેચિંગ પિંક દુપટ્ટા પહેર્યો છે. જ્યારે તેના લૂકને ડાયમંડ અને એમારલ્ડ જ્વેલરીથી કમ્પલિટ કર્યો હતો. થનારી નાની વહુએ પેસ્ટલ હ્યૂ ફ્લોરલ લહેંગા પસંદ કર્યો હતો.
પણ ફોટો જોઈને તમને પણ થશે કે સાસુનો વટ પડે હો.