Anant Ambaniએ પહેરી મોંઘી લક્ઝુરિયસ એન્ડ બ્યુટીફૂલ વોચ, કિંમત સાંભળીને ઉડી જશે હોંશ…

અંબાણી પરિવાર (Ambani Family)ની ગણતરી દુનિયાના ધનવાન પરિવારોમાં કરવામાં આવે છે અને આ પરિવારનો દરેકેદરેક સભ્ય પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં આવતો હોય છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર પરિવારના નાના દીકરા અનંત અંબાણી (Anant Amabni)નો એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે લક્ઝુરિયસ વોચ પહેરેલો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આ વોચની કિંમત અને ખાસિયતો વિશે ચર્ચાં થઈ રહી છે.
ચાલો જોઈએ શું છે ખાસ અનંત અંબાણીની આ વોચમાં-
અનંત અંબાણી લક્ઝુરિયસ વોચનો શોખિન છે એ વાત તો બધા જ જાણે છે અને તેનું ઘડિયાળોનું કલેક્શન પણ એકદમ શાનદાર છે. આ કલેક્શનમાં કરોડોની કિંમતની વોચ જોવા મળે છે. અનંતના કલેક્શનમાંથી વધુ એક સુંદર વોચ સામે આવી છે અને આ વોચની માત્ર 15 લિમિટેડ એડિશન હોવાનું કહેવાઈ રહ્યું છે.
વાત કરીએ અનંતના હાથમાં જોવા મળેલી વોચની તો આ વોચ રિચર્ડ મિલિ આરએમ 26-01 ટર્બિલિયન પાંડા (Richard Mille, RM26-01, Tourbillon Panda) છે. આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પરથી મળી છે. અનંતના હાથમાં જોવા મળેલી આ ઘડિયાળમાં મોંઘા સ્ટોન્સ અને તેને સોનાથી તૈયાર કરવામાં આવી છે. અનંતની આ સુંદર ઘડિયાળમાં 18 કેરેટનો વ્હાઈટ ગોલ્ડ ડાયમંડ લગાવવામાં આવ્યો છે વોચની કિનારી પર લગાવામાં આવ્યા છે. બ્લેક લેધર સ્ટ્રેપ્સવાળી આ ઘડિયાળ પર સુંદર પાંડા પણ જોવા મળે છે અને તે જ એની ખાસિયત છે.
આ વોચ કઈ રીતે બાકીની વોચ કરતાં અલગ પડે છે એની વાત કરીએ તો તેમાં સૌથી મોટું અને અલગ કરતું ફિચર આ ઘડિયાળની ડાયલની અંદલ બનાવેલું પાંડા છે જેના હાથમાં વાંસ જોવા મળે છે. આ પાંડાને વ્હાઈટ અને બ્લેક ડાયમંડથી બનાવવામાં આવ્યું છે અને વાંસ પાંદડાને હાથથી પેન્ટ કરવામાં આવ્યું છે.
Also read: તો શું અનંત અંબાણીના લગ્નમાં અક્ષય કુમાર હાજરી નહી આપે?
આ ઘડિયાળની કિંમત પણ અનંતના કલેક્શનમાં રહેલી અન્ય ઘડિયાળોની જેમ કરોડો રૂપિયામાં હોવાનો દાવો એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રિચર્ડ મિલી એક લક્ઝરી વોચ બ્રાન્ડ છે અને અનંત અંબાણી પાસે આ બ્રાન્ડની અનેક ઘડિયાળો છે. અનંત અંબાણીના વોચના કલેક્શનથી માર્ક ઝકરબર્ગ અને એની પત્ની પણ ઈમ્પ્રેસ થયા હતા. માર્ક ઝકરબર્ગ અને તેમની પત્ની અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ ફંક્શનમાં જામનગર આવ્યા હતા ત્યારે તેમણે અનંતની ઘડિયાળના વખાણ પણ કર્યા હતા.



