Anant Ambani-Radhika Merchant Honeymoon માટે જશે આ સુંદર ડેસ્ટિનેશન પર?
ટૂંક સમયમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ફેરાની રસમ શરૂ થશે અને ત્યાર બાદ બંને જણ હંમેશ માટે એકબીજાના થઈ જશે. આ ગ્રાન્ડ વેડિંગમાં દેશ-દુનિયાથી મહેમાનો હાજરી આપવા પહોંચ્યા છે. અત્યાર સુધીના દરેક ઈવેન્ટની ઝીણામાંઝીણી વિગત મીડિયાએ કવર કરી છે. આવતીકાલે રિસેપ્શન છે. પરંતુ શું તમને એ વિચાર આવ્યો છે આખરે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ હનીમૂન (Anant Ambani-Radhika Merchant Honeymoon) પર ક્યાં જશે? ચાલો આજે તમને એ વિશે જણાવીએ…
અંબાણી પરિવારની દરેક ઈવેન્ટ એકદમ સ્પેશિયલ હોય છે અને તેને છેલ્લે સુધી સિક્રેટ પણ રાખવામાં આવે છે. લગ્ન પહેલાં જ બે ગ્રાન્ડ પ્રિ-વેડિંગ ફંક્શન યોજાયા, જેની ચકાચૌંધ જોઈને લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી. લગ્નમાં આવો જ તામજામ જોવા મળી રહ્યો છે. વાત કરીએ કપલના હનીમૂન ડેસ્ટિનેશનની તો તેને લઈને કોઈ ઓફિશિયલ માહિતી તો સામે નથી આવી રહી પણ એવી કેટલીક જગ્યાઓ છે કે જે અંબાણીઝની મનગમતી જગ્યામાંથી એક છે.
આ પણ વાંચો: Anant Ambani-Radhika Merchant Wedding: જુઓ વરરાજાના પરિવારનો રાજવી ઠાઠ…
અંબાણીઝની મનગમતી જગ્યાઓમાં સૌથી પહેલાં આવે છે સાઉથ આફ્રિકા. મીડિયા રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર અંબાણી પરિવાર લગ્નના 15 દિવસ બાદ પોતાના પ્રાઈવેટ જેટથી અહીં ફરવા આવે છે અને અહીંની સુંદર પહાડીઓનો આનંદ ઉઠાવીને ક્વોલિટી ટાઈમ સ્પેન્ટ કરે છે. બની શકે કે અનંત અને રાધિકા પણ અહીં આવે લગ્ન પછી.
આફ્રિકા ટૂરના ખર્ચની વાત કરીએ તો તે આશરે દોઢેક કરોડની આસપાસ થાય છે. અંબાણી પરિવાર અવારનવાર આઈલેન્ડ પર જવાનું પણ પસંદ કરે છે અને એમાંથી પણ ફિઝી આઈલેન્ડ તો કપલ્સ માટે એકદમ પરફેક્ટ ચોઈસ છે. જેને મિનિ ઈન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. ફિઝી આઈલેન્ડ, બોરા બોરા આઈલેન્ડ અંબાણી પરિવારના હનીમૂન ડેસ્ટિનેશન્સમાંથી એક છે.
આ ઉપરાંત સેશલ્ય દુનિયાનું સૌથી મોંઘું લક્ઝરી હનીમૂન ડેસ્ટિનેશ છે, પરંતુ અંબાણી પરિવાર માટે મોંઘું અને લક્ઝરી શું? અહીં એક દિવસ રોકાવવાનો ખર્ચ જ આશરે 3 લાખ રૂપિયાની આસપાસ આવે છે. અનંત અને રાધિકા લગ્ન બાદ કદાચ આ પ્લેસ પણ વિઝિટ કરી શકે છે.