Anant Ambani-Radhika Merchant Wedding: જુઓ વરરાજાના પરિવારનો રાજવી ઠાઠ…
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. અંબાણી પરિવાર અને તેમના માનવંતા મહેમાનો પણ વેડિંગ વેન્યુ પર પહોંચી ગયા છે. આ બધા વચ્ચે વરરાજા અનંત અંબાણી (Groom Anant Ambani) અને અંબાણી પરિવાર (Ambani Family)નો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. ચાલો નજર કરીએ અંબાણી પરિવારમાં કોણે શું પહેર્યું છે-
શેરવાની પર સ્પોર્ટ્સ શૂઝ, દુલ્હેરાજાનો અનોખો સ્વેગ
સૌથી પહેલાં વાત કરીએ વરરાજા અનંત અંબાણીની. ઓરેન્જ કલરની શેરવાની પહેરીને અનંત અંબાણી લગ્નના માંડવે પહોંચ્યો છે. અત્યાર સુધીની દરેક ઈવેન્ટની જેમ જ વરરાજા અનંતનો વટ્ટ પડી રહ્યો હતો. પરંતુ જો સૌથી વધુ અટેન્શન કોઈ વસ્તુને મળ્યું હોય તો તે છે અનંતના ફૂટવેરને. અનંતે શેરવાની સાથે જુત્તી પહેરવાને બદલે સ્પોર્ટ્સ શૂઝ પહેરીને પોતાની કમ્ફર્ટને પહેલાં પ્રાયોરિટી આપી હતી. કરોડો રૂપિયાની ફૂલોથી સજાવવામાં આવેલી કારમાં બેસીને અનંત વેડિંગ વેન્યુ પહોંચ્યો હતો.
નીતા અંબાણી-મુકેશ અંબાણીએ પણ સેટ કર્યો કપલ ગોલ
આગળ વધીએ અને વાત કરીએ થનારા સાસુમા એટલે નીતા અંબાણી (Nita Ambani)ની. નીતા અંબાણી અને મુકેશ અંબાણી વેડિંગ આઉટફિટ્સમાં એકબીજાને કોમપ્લિમેન્ટ કરી રહ્યા હતા અને તેમણે યંગ કપલ માટે એક હાર્ડ કપલ ગોલ સેટ કર્યો હતો. નીતા અંબાણીએ અબુ જાની સંદીપ ખોસલા દ્વારા ડિઝાઈન કરેલાં ડિઝાઈનર આઉટફિટ પહેર્યો હતો. મલ્ટીકલર્ડ સુરોસ્કી વર્કવાળા ઘાઘરા ચોલી સાથે જડાઉ હાર અને યેલો ડાયમંડ રિંગ સાથે લૂકને કમપ્લિટ કર્યો હતો. હાથમાં ભગવાનની છબિ લઈને પહોંચેલા નીતા અંબાણીએ તો દીકરી ઈશા અને વહુ શ્લોકાને પણ ફિક્કી પાડી દીધી હતી. મુકેશ અંબાણી પિંક શેરવાની અને વ્હાઈટ પાયજામામાં પરફેક્ટ ફાધર ઈન લો લાગી રહ્યા હતા.
હમ ભી હૈ રેસ મેં…
ઈશા અંબાણી અને આનંદ પિરામલની વાત કરીએ તો ઈશા અંબાણી (Isha Ambani) પણ ફેશનની બાબતમાં ભાભી શ્લોકા મહેતા અને મમ્મી નીતા અંબાણીને ટક્કર આપે છે. ઈશા અંબાણીએ પતિ આનંદ પિરામલ સાથે ટ્વીનિંગ કર્યું હતું. ડાર્ક કલરના આઉટફિટને બદલે ઈશાએ પેસ્ટલ કલરનો આઉટફિટ વેડિંગ માટે પસંગ કર્યો હતો. પેસ્ટલ આઉટ લહેંગા ચોલી સાથે સિલ્વર જ્વેલરી પહેરીને ઈશાએ પોતાના લૂકને કમપ્લિટ કર્યો હતો.
આકાશ-શ્લોકાનો પણ અંદાજ છે નિરાળો…
શોઝ ટોપરની જેમ અંબાણી પરિવારના મોટા વહુરાણી અને આજે પ્રમોશન મેળવીને જેઠાણી બનનારી શ્લોકા મહેતાની ફેશનસેન્સ પણ કમાલની છે. શ્લોકા મહેતા અને આકાશ અંબાણી (Shloka Ambani- Aakash Ambani) મેડ ફોર ઈચ અધર લાગી રહ્યા હતા. શ્લોકાએ પિંક કલરના ઘાઘરા ચોલી પહેર્યા હતા તો આકાશ અંબાણી પણ પીચ કલરની શેરવાનીમાં એકદમ હેન્ડસમ દેખાઈ રહ્યો હતો. અનંત અંબાણીની જેમ જ તેણે પણ શેરવાનીની સાથે જુત્તીની બદલે સ્પોર્ટ્સ શૂઝ પહેર્યા હતા. શ્લોકા અને આકાશના બંને સંતાનો પણ ચાચુના લગ્ન માટે એકદમ એક્સાઈટેડ હતા અને ક્યુટ લાગી રહ્યા હતા.