મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Anant Ambani-Radhika Merchantના પ્રિ-વેડિંગ ફંક્શનના ઈન્વાઈટ કાર્ડ પર છપાયેલા એ બે શબ્દોનો અર્થ જાણો છો?

અંબાણી પરિવાર (Ambani Family)ની ગણતરી ભારતના સૌથી અમીર પરિવારમાંથી કરવામાં આવે છે. આ પરિવાર હંમેશાં જ પોતાની વૈભવી લાઈસ્ટાઈલ (Luxurious Lifestyle)ને કારણે લાઈમલાઈટમાં આવતો હોય છે. આ બધા વચ્ચે મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Mukesh Ambani-Nita Ambani)ના લાડકવાયા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant)ના પ્રિ-વેડિંગ ફંક્શનનું સેલિબ્રેશન હાલમાં ચર્ચાનું કારણ બન્યું છે.

જોકે, આ ફંક્શનથી પણ વધુ ચર્ચા તો સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચા તો આ ફંક્શનના ઈવેન્ટ માટે નક્કી કરવામાં આવેલી થીમ અને એ માટે વાપરવામાં આવેલા બે શબ્દોની થઈ રહી છે. આ બે શબ્દો છે ટેરા અને મારે… ચાલો તમને આ બંને શબ્દનો અર્થ સમજાવીએ…

આ પણ વાંચો : બ્રિટનની રાણીના નિવાસસ્થાનમાં થશે અનંત અંબાણી અને રાધિકાના લગ્ન!

વાત જાણે એમ છે કે આવતીકાલ એટલે કે 29મી મેથી અનંત અને રાધિકાના બીજા પ્રિ-વેડિંગ ફંક્શનના સેલિબ્રેશનની શરૂઆત થઈ રહી છે અને પહેલી જૂન સુધી આ સેલિબ્રેશન ચાલશે. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં ઈવેન્ટના ઈન્વાઈટ કાર્ડ પર સ્કાય બ્લ્યુ અને વ્હાઈટ રંગનું કોમ્બિનેશન જોવા મળે છે અને એની સાથે જ તેના પર ઈવેન્ટની થીમ ટેરા અને મારે રહેશે એવું પણ જણાવવામાં આવ્યું છે. આ ટેરા અને મારે વિશે વાત કરીએ તો બંને શબ્દનો અર્થ ઈટાલિયન ભાષાના છે અને એનો અર્થ થાય છે જમીન અને સમુદ્ર…

આ થીમ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બીજા પ્રિ-વેડિંગ ફંક્શનની ઊજવણી (Anant Ambani And Radhika Merchan’s Second Prewedding Function Celebration)નું મહત્ત્વનું પાસુ છે. આ થીમ ધરતીની કુદરતી સુંદરતા અને સમુદ્રની વિશાળતાને દર્શાવે છે. આ થીમમાં એક યાત્રાનો સાર છે અને આ યાત્રા જમીન અને સાહસિક બંનેને દર્શાવે છે. આ બે લોકોના મિલનનું પ્રતિક છે. આ સિવાય આ ઈન્વાઈટ કાર્ડ પર એક ખાસ સંદેશ પણ લખવામાં આવ્યો છે જે આ પ્રમાણે છે- લા વિટે ઈ અન વિયાગિયો (જીવન એક યાત્રા છે).

ચાર દિવસ ચાલનારું આ પ્રિ-વેડિંગ ફંક્શન ક્રૂઝ પર યોજાશે. આ ક્રૂઝ ઈટલી અને ફ્રાન્સ વચ્ચે પ્રવાસ (Cruise will Travel Between Italy And France) કરશે. આ સેલિબ્રેશનમાં સહભાગી થવા માટે અંબાણી પરિવાર (Ambani Family) દ્વારા આશરે 800 મહેમાનોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે જેમાં બોલીવૂડ સેલેબ્સ, બિઝનેસ ટાયકૂન્સ અને આંતરરાષ્ટ્રીય હસ્તીઓનો સમાવેસ થાય છે. ક્રૂઝમાં મહેમાનોની સરભરા કરવા માટે 600 કર્મચારીઓ હોવાની ચર્ચા પણ થઈ રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button