Anant Ambani-Radhika Merchantએ કોને પૂછ્યું કેવું લાગ્યું જામનગર? હવા પાણી તો ઠીક છે ને?? વીડિયો થયો વાઈરલ…
Ambani Familyમાં અત્યારે એકદમ જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. આખો પરિવાર હાલમાં ગુજરાતના જામનગર ખાતે Anant Ambani and Radhika Merchantના પ્રિ વેડિંગ બેશની તૈયારીઓમાં વ્યસ્ત છે. આવતી કાલથી 3જી માર્ચ સુધી પ્રિ વેડિંગ સેલિબ્રેશન શરૂ થઈ રહ્યું છે જેની શરુઆત ગઈકાલે અન્નદાનથી થઈ ગઈ છે. આ સેલિબ્રેશનમાં દુનિયાભરથી મહાનુભાવો હાજરી આપવા આવશે.
આજે બોલીવુડના ભાઈજાન સલમાન ખાન પણ જામનગર એરપોર્ટ પણ જોવા મળ્યા હતા અને હંમેશાની જેમ જ ભાઈજાન અલગ સ્વેગમાં જોવા મળ્યા હતા. આ સિવાય જાહ્નવી કપૂર, માનુષી છિલ્લર, શિલ્પા શેટ્ટી સહિતના અનેક સેલેબ્સ હાલમાં જામનગર પહોંચી ગયા છે. સ્ટાર્સ, સેલેબ્સ, જાણીતા અને પ્રખ્યાત ચહેરા હોય, અંબાણીઝને ત્યાં ઈવેન્ટ હોય અને પેપરાઝી ના હોય તો એવું બને ખરું?? બોસ એના વગર તો સેલિબ્રેશનની ચમક ઝાંખી પડી જાય.
ગઈકાલે જામનગર નજીક આવેલા જોગવડ ગામમાં અંબાણી પરીવાર દ્વારા અન્નદાન કરવામાં આવ્યું હતું જેમાં Radhika Merchant And Anant Ambani લોકોને ગુજરાતી ભોજન પીરસતાં જોવા મળ્યા હતા. અનંત, રાધિકા અને મુકેશ અંબાણીએ ખૂબ જ પ્રેમથી લોકોને ભોજન પીરસ્યું હતું અને દરમિયાન આ નવા નવા વરઘોડિયા એટલે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચંટએ પેપ્ઝને મનમૂકીને પોઝ પણ આપ્યા હતા. બંને જણ સાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા એકદમ મેડ ફોર ઇચ અધર…
રાધિકા અને અનંત આ સમયે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા અને લોકોને ભોજન પીરસતો તેમનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. રેડ કલરના આઉટફિટ પહેરીને અનંત અને રાધિકાએ ટ્વિનિંગ કર્યું હતું. રાધિકાએ ખાસ સબ્યસાચી દ્વારા તૈયાર કરવામાં આવેલો આઉટફિટ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી હતી.
રાધિકાને ફોટોગ્રાફરોએ જણાવ્યું હતું કે તેઓ બધા મુંબઈથી આવ્યા છે. આ સાંભળીને રાધિકાએ તેમને પૂછ્યું કે ઓહો… કેવું લાગ્યું તમને જામનગર? અહીંના હવાપાણી તો સારા છે ને?? રાધિકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. લોકોને તેની આ સાદગી ખૂબ જ પસંદ આવી રહી છે. એટલું જ નહીં પણ લોકોએ તેની અને અનંતની જોડીને સુપરહિટ કહી હતી…